For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL Final : શાર્દુલ-ડુપ્લેસિસના દમ પર કેકેઆરને હરાવીને ચેન્નઈએ ચોથું ટાઇટલ જીત્યું!

IPLની 14 મી સીઝનની અંતિમ મેચ દુબઈના મેદાન પર રમાઈ હતી, જ્યાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું અને 9 મી ફાઇનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને પોતાનું ચોથું ટાઇટલ જીત્યું હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની અંતિમ મેચ દુબઈના મેદાન પર રમાઈ હતી, જ્યાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું અને 9 મી ફાઇનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને પોતાનું ચોથું ટાઇટલ જીત્યું હતું. આઈપીએલ 2020 માં પ્રથમ વખત બહાર થનારી ચેન્નઈએ આ વર્ષે એક અલગ રમત બતાવી સૌ પ્રથમ ફાઈનલમાં પહોંચી અને ચોથી વખત ખિતાબ જીત્યો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSK ની ટીમે 192 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 9 વિકેટ ગુમાવીને માત્ર 165 રન જ બનાવી શકી હતી અને CSK ની ટીમે 27 રનથી જીત મેળવીને ચોથું ટાઇટલ જીત્યું હતું.

IPL Final

ફાફ ડુ પ્લેસિસે ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ માટે આ મેચમાં 86 રન બનાવ્યા હતા, જ્યારે ઋતુરાજ ગાયકવાડ (32), રોબિન ઉથપ્પા (31) અને મોઇન અલી (37) એ મહત્વની ઇનિંગ રમી હતી અને ત્રણેય વિકેટ માટે 60 થી વધુ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 192 સુધી લઈ ગયા હતા.

જવાબમાં શુભમન ગિલ (51) અને વેંકટેશ અય્યર (50) એ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ માટે વિસ્ફોટક શરૂઆત કરી અને માત્ર 10.4 ઓવરમાં 91 રન ઉમેર્યા હતા. આ સમયે એવું લાગતું હતું કે આ બેટ્સમેન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ માટે સરળતાથી રન ચેજ કરી લેશે અને ટીમને વિજય અપાવશે. જો કે તે પછી લોર્ડ શાર્દુલ ઠાકુરે CSK માટે એક જ ઓવરમાં 2 વિકેટ લઈને મેચ પલટાલી દીધી હતી.

શાર્દુલ ઠાકુર ઇનિંગની 11 મી ઓવર માટે આવ્યો હતો, ચોથા બોલ પર તેણે વેંકટેશ અય્યરને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો જ્યારે છેલ્લા બોલ પર નીતીશ રાણાએ ડુપ્લેસિસને કેચ આપી બીજો ફટકો આપ્યો હતો. આગલી ઓવરમાં જોશ હેઝલવુડે સુનીલ નારાયણને જાડેજાના હાથે કેચ કરાવીને ત્રીજો ફટકો આપ્યો, જ્યારે દીપક ચાહરે 14 મી ઓવરમાં LBW દ્વારા શુભમન ગિલને આઉટ કરીને બાકી વધેલી આશા પકર પાણી ફેરવી દીધુ હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ અહીં અટકી ગઈ હતી અને બાકીની આશા રવિન્દ્ર જાડેજાએ તેની 15 મી ઓવરમાં પૂરી કરી દીધી હતી. જાડેજાએ આ ઓવરમાં દિનેશ કાર્તિકને પ્રથમ કેચ કરાવ્યો ત્યારબાદ શાકિબ અલ હસન છેલ્લા બોલે એલબીડબલ્યુ થયો. જ્યારે શાર્દુલ ઠાકુરે રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યો, જ્યારે ઇઓન મોર્ગનને હેઝલવુડે આઉટ કર્યો.

8 વિકેટ ગુમાવ્યા બાદ પણ શિવમ માવી (20) અને લોકી ફર્ગ્યુસને (17 કેકેઆર માટે 39 રનની ભાગીદારી કરી કેટલાક સારા શોટ લગાવ્યા પરંતુ ત્યાં સુધીમાં મેચ ખૂબ આગળ વધી ગઈ હતી. જેના કારણે કેકેઆરની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 165 રન બનાવી શકી અને સીએસકેની ટીમે મેચ 27 રને જીતીને પોતાનું ચોથું ટાઇટલ જીત્યું.

English summary
IPL Final: Chennai beat KKR on the strength of Shardul-Duplessis to win fourth title!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X