For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL સ્પોટ ફિક્સિંગ: રેકોર્ડેડ ટેપમાં દાઉદે કર્યો મંત્રીનો ઉલ્લેખ

|
Google Oneindia Gujarati News

dawood ibrahim
નવી દિલ્હી, 17 જુલાઇ : આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગના મામલામાં દિલ્હી પોલીસ તરફથી એક ઓડિયો ક્લિપને દિલ્હીની એક કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસનો દાવો છે કે આ ક્લિપમાં જે અવાજ છે તે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો છે. પોલીસનું કહેવું છે કે આ ટેપમાં સ્પષ્ટ થઇ જાય છે કે દાઉદ ભારતીય સટ્ટેબાજ જાવેદ ચૂંટણીથી સતત સંપર્કમાં હતો. આ રેકોર્ડ કરવામાં આવેલા ટેપમાં તેણે રૂપિયાની લેવળદેવળ અને નામ લીધા વગર એક મંત્રી અંગે પણ ચર્ચા કરી હતી.

કોર્ટમાં મંગળવારે ફિક્સિંગના આરોપમાં પકડવામાં આવેલ રાજસ્થાન રોયલ્સના પૂર્વ ખેલાડી અજિત ચંદીલા અને સાત અન્ય લોકોના જામીન અરજી પર સુનવણી થઇ રહી હતી અને પોલીસે આ આરોપિઓને જામીન આપવાનો વિરોધ નોંધાવ્યો હતો. આના બાદ કોર્ટે આ આરોપીઓની ન્યાયિક હિરાસત 30 જુલાઇ સુધી વધારી દીધી છે.

English summary
IPL spot fixing: Taped conversations between Dawood Ibrahim and bookie played out in court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X