For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌતમ ગંભીર પછી ઈરફાન પઠાણ પણ રાજનૈતિક એન્ટ્રી માટે તૈયાર

હાલમાં જ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેઓ પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેઓ પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. તેવી સ્થિતિમાં હવે ઈરફાન પઠાણે પણ આગળ આવીને રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા છે. ખરેખર તેમને બુધવારે ગુજરાતના વડોદરામાં મતદાન કર્યા પછી પત્રકારો સાથે વાતચીતમાં તેના સંકેત આપ્યા.

આ પણ વાંચો: સૌથી અમીર લોકસભા ઉમેદવાર બન્યા ગૌતમ ગંભીર, સંપત્તિ સાંભળીને ચોંકી જશો

ચોક્કસ દેશની સેવા કરીશ

પત્રકારો સાથે વાતચીતમાં ઈરફાન પઠાણે કહ્યું કે મેં દેશ માટે ક્રિકેટ રમ્યું છે અને જો સમયની માંગ હશે તો તેઓ ચોક્કસ દેશની સેવા કરશે. તેની સાથે સાથે ઈરફાન પઠાણે ગૌતમ ગંભીરને ભાજપ જોઈન માટે શુભકામના પણ આપી. ઈરફાન ખાને વોટ આપ્યા પછી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પણ શેર કરી.

ગૌતમ ગંભીર પાસે છે 147 કરોડની સંપત્તિ

ગૌતમ ગંભીર પાસે છે 147 કરોડની સંપત્તિ

ગૌતમ ગંભીરની કુલ સંપત્તિ 147 કરોડની છે. તેમની 12.40 કરોડની વાર્ષિક આવક તેમની પત્ની નતાશા ગંભીરે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરીને પોતાની આવક 6.15 લાખ રૂપિયા વાર્ષિક બતાવી છે. પૂર્વી દિલ્લીથી ગૌતમ ગંભીર સામે આમ આદમી પાર્ટીના આતિશી માર્લેનાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગૌતમ ગંભીર બાદ બીજા અમીર લોકસભા ચૂંટણી ઉમેદવાર મહાબલ મિશ્રા છે કે જે કોંગ્રેસ માટે પશ્ચિમી દિલ્લીથી ચૂંટણી લડી રહ્યા છે. મિશ્રાની કુલ સંપત્તિ 45 કરોડની છે. બીજા નંબરે હોવા છતાં પણ મિશ્રાની સંપત્તિ ગંભીરની સંપત્તિથી 102 કરોડ રૂપિયા ઓછી છે.

સાફ મનથી દેશની સેવા કરીશ: ગૌતમ ગંભીર

સાફ મનથી દેશની સેવા કરીશ: ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીરે મંગળવારે એક રોડ શૉ દરમિયાન કહ્યું કે તેઓ દેશ માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છે છે. પ્રધાનમંત્રી મોદીએ જે 5 વર્ષમાં કર્યું છે તેને હું આગળ લઇ જવા માંગુ છું. તેમને કહ્યું કે તેઓ સાફ મન સાથે દેશની સેવા કરશે.

English summary
irfan pathan gave hint to join politics, says will serve the country when time demands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X