For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત જહા મામલામાં આઇબી અધિકારીને સમન

|
Google Oneindia Gujarati News

isharat jahan
નવી દિલ્હી, 12 જૂન : ગુજરાતમાં થયેલા ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલામાં આઇબીના વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમારને નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

સીબીઆઇ સૂત્રો અનુસાર મધ્યપ્રદેશ કેડરના 1979 બેચના આઇપીએસ અધિકારી રાજેન્દ્ર કુમાર પહેલા પણ આ મામલામાં પૂછપરછ કરવામાં આવી ચૂકી છે, પરંતુ એજન્સી આનાથી સંતુષ્ટ નથી. તેમને એક આરોપી તરીકે પૂછપરછ માટે બોલાવાયા છે.

રાજેન્દ્ર કુમાર 2004માં ગુજરાત આઇબીમાં હતા અને સૂત્રોનું કહેવું છે કે આ મામલામાં આરોપ પત્રને અંતિમ રૂપ આપવામાં તેમનું નિવેદન ખૂબ જ મહત્વનું સાબિત થઇ શકે છે.

તેમની પર આરોપ છે કે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાની લશ્કર એ તૈયબાની કહેવાતા કાવતરા અંગે ગુપ્ત રિપોર્ટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. સીબીઆઇએ ગુજરાત હાઇકોર્ટના આદેશ પર આ મામલાની તપાસ પોતાના હાથમાં લીધી છે.

19 વર્ષીય ઇશરત જહાં, જાવેદ શેખ ઉર્ફ પ્રણેશ પિલ્લઇ, અમજદ અલી રાણા અને જીશાન જૌહર 15 જૂન 2004ના રોજ અમદાવામાં પોલીસના હાથે માર્યા ગયા હતા. પોલીસ ટીમની આગેવાની ડીઆઇજી ડી જી વણજારા કરી રહ્યા છે.

આની વચ્ચે હાઇકોર્ટે આ મામલામાં ગુજરાતના એડીજી પીપી પાંડેની અરજીને ફગાવી દીધી હતી. તેમની સામે બિનજામીની વોરન્ટ જારી છે. પાંડેએ આ વોરન્ટ અને પોતાની સામેની અન્ય એક એફઆઇઆરને રદ કરવા માટે આ અરજી કરી હતી.

English summary
There is resentment in the Intelligence Bureau brass and the Home Ministry over CBI's decision to summon senior IPS officer and Intelligence Bureau Special Director Rajendra Kumar as an accused in the IshratJahan fake encounter case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X