For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકીઓનો ખતરો, અત્યાર સુધી 50 લોકોની ધરપકડ

યુનાઈટેડ નેશન્સની રિપોર્ટ બાદ ભારતમાં આઈએસ આતંકીઓની ધરપકડ માટે રેડ વધારી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

યુનાઈટેડ નેશન્સની રિપોર્ટ બાદ ભારતમાં આઈએસ આતંકીઓની ધરપકડ માટે રેડ વધારી દેવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રીએ કહ્યુ કે યુએનનો રિપોર્ટ અમારા ઈનપુટ પર આધારિત છે. અમે જેએમબી અને અલ હિંદ આતંકી સંગઠનના 2019-20માં ભાંડાફોડ કર્યુ હતુ. અત્યાર સુધી અમે 50થી વધુ લોકોની ધરપકડ કરી છે. અમે પૂરી કોશિશ કરી રહ્યા છે કે દક્ષિણ ભારતમાંથી આતંકવાદને ખતમ કરવામાં આવી શકે. તમને જણાવી દઈએ કે હાલમાં જ યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતના કેરળ અને કર્ણાટક રાજ્યમાં આઈએસના ઘણા આતંકી સક્રિય છે કે જે મોટા હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા છે.

isis

તમને જણાવી દઈએ કે હાલમાં જ યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતોકે ભારતમાં મોટી સંખ્યામાં આતંકીઓ હાજર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારતના કેરળ અને કર્ણાટક રાજ્યમાં સારી એવી સંખ્યામાં ઈસ્લામિક સ્ટેટના આતંકી હાજર છે. યુએનના રિપોર્ટમાં ભારતને આ આતંકીઓ વિશે ચેતવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે સંગઠન અલ કાયદાના લગભગ 150-200 આતંકી ભારતીય ઉપમહાદ્વીપમાં સક્રિય છે. આ આતંકી ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે દેશોમાં છે અને આ ક્ષેત્રમાં આતંકી હુમલાનુ ષ઼ડયંત્ર રચી રહ્યા છે.

ભારતીય ઉપમહાદ્વીપમાં અલ કાયદા(AQIS)તાલિબાનીઓ સાથે મળીને ઑપરેટ કરે છે. આ આતંકી મુખ્ય રીતે અફઘાનિસ્તાનના નિમરુજ, હેલમંદ અને કંધારથી ઑપરેટ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લગભગ 150-200 આતંકીઓનુ જૂથ બાંગ્લાદેશ, મ્યાનમાર, ભારત અને પાકિસ્તાનમાં સક્રિય છે. તેના વર્તમાન નેતા અલ કાયદાના ઓસામા મહેમૂદ છે જેણે આસિમ ઉમર બાદ AQISની કમાન સંભાળી છે. માહિતી અનુસાર આ બધા મળીને પોતાના નેતાની મોતનો બદલો લેવાની યોજના બનાવી રહ્યા છે.

PM મોદીએ ICMRની ત્રણ હાઈટેક લેબનુ કર્યુ ઉદઘાટન, બોલ્યા - કોરોનાની લડાઈમાં મળી નવી તાકાતPM મોદીએ ICMRની ત્રણ હાઈટેક લેબનુ કર્યુ ઉદઘાટન, બોલ્યા - કોરોનાની લડાઈમાં મળી નવી તાકાત

English summary
ISIS threat in Kerala and Karnataka 50 people have been arrested so far.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X