For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચંદ્રયાન 2: ઈસરો અધ્યક્ષ કે સિવને નાસાનો દાવો ફગાવ્યો, વિક્રમ લેંડર વિશે કહી આ વાત

ઈસરો અધ્યક્ષ કે સિવનને ચંદ્રયાન 2 સાથે જોડાયેલ નાસાનો દાવો ફગાવી દીધો છે જેમાં નાસાએ કહ્યુ છે કે તેમણે દૂર્ઘટનાગ્રસ્ત વિક્રમ લેંડરના કાટમાળને ચંદ્રની સપાટી પર શોધી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

ઈસરો અધ્યક્ષ કે સિવનને ચંદ્રયાન 2 સાથે જોડાયેલ નાસાનો દાવો ફગાવી દીધો છે જેમાં નાસાએ કહ્યુ છે કે તેમણે દૂર્ઘટનાગ્રસ્ત વિક્રમ લેંડરના કાટમાળને ચંદ્રની સપાટી પર શોધી લીધુ છે. સિવનનુ કહેવુ છે કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ આ કાટમાળને બહુ પહેલેથી શોધી લીધુ હતુ. આ કાટમાળ ચંદ્રયાન-2ના ઑર્બિટરે જ શોધ્યો હતો.

શું બોલ્યા સિવન?

શું બોલ્યા સિવન?

સિવને કહ્યુ, ‘અમારા પોતાના ઑર્બિટરે વિક્રમ લેંડરને શોધ્યુ હતુ. આ વાતની ઘોષણા અમે પહેલેથી જ પોતાની વેબસાઈટ પર કરી ચૂક્યા હતા, તમે જઈને જોઈ શકો છો.' તમને જણાવી દઈએ કે મંગળવારે નાસાએ વિક્રમ લેંડરના અમુક ફોટા શેર કર્યા છે જ્યારે કાટમાળની સાઈટ શોધવામાં ચેન્નઈ સ્થિત મિકેનિકલ એન્જિનિયર અને એપ ડેવલપરની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો છે.

નાસાએ શું કહ્યુ?

નાસાએ શું કહ્યુ?

નાસા તરફથી કહેવામાં આવ્યુ છે કે ફોટામાં ગ્રીન ડૉટ્સ એ અંગેની પુષ્ટિ કરે છે કે આ વિક્રમ લેંડર છે. જ્યારે વાદળી ડૉટ એ દર્શાવી રહ્યુ છે કે લેંડરની લેંડિંગ બાદ ત્યાંની માટી હટી છે જ્યાં વિક્રમ લેંડરે લેંડિંગ કર્યુ હતુ. એસ એ દર્શાવે છે કે કાટમાળની ઓળખ શનમુગા સુબ્રમણ્યમે કરી છે. શનમુગા સુબ્રણ્યમે એલઆરઓ સાથે સંપર્ક કર્યો અને કાટમાળની સકારાત્મક ઓળખ કરી. ત્યારબાદ એલઆરઓસીની ટીમે એ અંગેની પુષ્ટ કરી છે કે પહેલા અને બાદનો ફોટોની તુલનાના આધારે એ અંગેની પુષ્ટિ થાય છે કે વિક્રમ લેંડર અહીં લેંડ થયુ હતુ.

આ પણ વાંચોઃ દબંગ 3થી સઈ માંજરેકર વિશે મોટો ખુલાસો, માતાપિતા સાથે શેર કરશે સ્ક્રીનઆ પણ વાંચોઃ દબંગ 3થી સઈ માંજરેકર વિશે મોટો ખુલાસો, માતાપિતા સાથે શેર કરશે સ્ક્રીન

ઈસરોએ 10 સપ્ટેમ્બરે ટ્વીટ કર્યુ હતુ

ઈસરોએ 10 સપ્ટેમ્બરે ટ્વીટ કર્યુ હતુ

વિક્રમ લેંડરે ગુમ થયાના ત્રણ દિવસ બાદ એટલે કે 10 સપ્ટેમ્બરે ઈસરો એક ટ્વિટ કર્યુ. જેમાં તેમણે કહ્યુ હતુ, ચંદ્રયાન-2ના ઑર્બિટરે વિક્રમ લેંડરને શોધી લીધુ છે પરંતુ હજુ સુધી સંપર્ક નથી કરી શકાયો. લેંડર સાથે સંપર્ક સાધવા માટે બધા પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈસરો આગામી વર્ષ નવેમ્બરમાં ચંદ્રયાન-3નો લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યુ છે.

પહેલો ફોટો 17 સપ્ટેમ્બરે જારી કર્યો હતો

પહેલો ફોટો 17 સપ્ટેમ્બરે જારી કર્યો હતો

આ પહેલા લૂનર રીકાનસન્સ ઑર્બિટર કેમેરા ટીમે પોતાનો પહેલો ફોટો 17 સપ્ટેમ્બરે જારી કર્યો હતો. પરંતુ એ વખતે એ સ્પષ્ટ નહોતુ થઈ શક્યુ કે વિક્રમ લેંડર ક્યાં છે. ત્યારબાદ 14-15 ઓક્ટોબરના રોજ ફરીથી ફોટો લેવામાં આવ્યો અને 11 નવેમ્બરના રોજ પણ બાદમાં વધુ એક ફોટો લેવામાં આવ્યો. ત્યારબાદ એલઆરઓસીએ આસપાસના વિસ્તારોના ફોટાની તુલના કરી અને વિક્રમ લેંડરના લેંડ કરતી જગ્યાની પુષ્ટિ કરી.

English summary
isro chief k sivan rejects nasa's claim on chandrayan 2 vikram lander, said our orbiter located first.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X