ઈસરોએ શરુ કર્યુ ઈઓએસ-3 ઉપગ્રહને લૉન્ચ કરવાનુ કાઉન્ટડાઉન, હવામાનની માહિતી મળવામાં રહેશે સરળતા

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા એટલે કે ઈસરો દેશનુ પહેલુ પૃથ્વી પર નિરીક્ષણ રાખનાર ઉપગ્રહ લૉન્ચ કરવા જઈ રહ્યુ છે.

નવી દિલ્લીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા એટલે કે ઈસરો દેશનુ પહેલુ પૃથ્વી પર નિરીક્ષણ રાખનાર ઉપગ્રહ લૉન્ચ કરવા જઈ રહ્યુ છે. ઈસરો દેશની આઝાદીના ત્રણ દિવસ પહેલા ઉપગ્રહ GSLV-F10/EOS-03 લૉન્ચ કરશે. તેને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવશે. ઉપગ્રહને 12 ઓગસ્ટની સવારે 5.43 વાગે લૉન્ચ કરવામાં આવશે પરંતુ આ મિશનના લૉન્ચિંગની તૈયારી આજે સવારે 3.43 વાગે કરી દેવામાં આવી છે. બીજા તબક્કા માટે જીએસએલવી-એફ10માં પ્રોપેલેટ ભરવાની પ્રક્રિયાને પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપગ્રહ દ્વારા હવામાન અંગેની માહિતી મેળવવામાં મદદ મળશે.

Recommended Video

EOS-03 સેટેલાઇટ લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, ઇસરોએ આપી જાણકારી

eos-3

આ ઉપગ્રહના સફળ લૉન્ચિંગથી ભારતના અંતરિક્ષમાં તાકાત વધશે. સાથે જ ભારતીય ઉપમહાદ્વીપમાં પૂર, ચક્રવાત જેવી કુદરતી આફતો પર નજર રાખવામાં મદદ મળશે. ઈઓએસ-3ને અંતરિક્ષમાં જીએસએલવી એફ 10 રૉકેટના માધ્યમથી સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ રીયલ ટાઈમ ફોટા મોકલશે જેનાથી ધરતી પર કુદરતી આફતો પર નજર રાખી શકાશે. આનાથી કૃષિ જ નહિ પરંતુ ખનીજ, વિજ્ઞાન વગેરે સંબંધિત માહિતી પણ મેળવી શકાશે. નોંધનીય વાત એ છે કે 28 ફેબ્રુઆરીએ ઈસરોએ આ વર્ષનુ પોતાની પહેલુ સફળ મિશન લૉન્ચ કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X