‘બિકીની’ લોંચ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ઈસરો, જાણો શું છે આ મિશન?
ચંદ્રયાન 3ની સફળતા બાદ ઈસરોની દુનિયાભરમાં પ્રસંશા થઈ રહી છે ત્યારે વિદેશી એજન્સીઓ પર હવે ઈસરો સાથે હાથ મિલાવી રહી છે. આ ક્રમમાં જ ઈસરોનું નવુ મિશન બિકીની છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો આવતા વર્ષે બિકીની અવકાશયાન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ અવકાશયાનનું વજન 40 કિલો છે. આ અવકાશયાન મોટા પુનઃઉપયોગી રી-એન્ટ્રી મોડ્યુલ નિક્સનું નાનું સંસ્કરણ છે.

યુરોપિયન સ્ટાર્ટઅપ ધ એક્સપ્લોરેશન કંપનીના આ રી-એન્ટ્રી વ્હીકલને ખાસ હેતુ માટે અવકાશમાં મોકલવામાં આવશે. તેને 120 થી 140 કિલોમીટરની ઉંચાઈ પર લઈ ગયા બાદ છોડવામાં આવશે.
યુરોપિયન સ્પેસ સ્ટાર્ટઅપ ધ એક્સપ્લોરેશન કંપની અવકાશમાં નવી શક્યતાઓ પર કામ કરી રહી છે. યુરોપિયન સ્ટાર્ટઅપ અંતરિક્ષમાં ડિલિવરીની વ્યવસ્થા કરવા માંગે છે. આ મિશન આવતા વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવશે.
ઈસરોનું આ મિશન સફળ થશે તો તે અવકાશમાં વ્યવસાયિક ઉડાનનો માર્ગ મોકળો કરશે સરળ શબ્દોમાં કહીએ તો અવકાશમાં સામાન પહોંચાડવામાં સરળતા રહેશે. મિશનની સફળતા અંતરિક્ષમાં સસ્તી ડિલિવરીનો માર્ગ ખોલશે.
આ મિશન દ્વારા જે માહિતી અને ડેટા મેળવવામાં આવશે તે રી-એન્ટ્રી અને રિકવરી ટેક્નોલોજી વિકસાવવામાં મદદ કરશે.
આ યુરોપિયન સ્પેસક્રાફ્ટ બિકીની ઈસરોના PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોનું રોકેટ યુરોપીય અવકાશયાનને પૃથ્વીથી 500 કિલોમીટર ઉપર લઈ જશે અને ત્યાં છોડશે. આ પછી તે પૃથ્વી તરફ પરત ફરશે.
પૃથ્વી પર પાછા ફરવા દરમિયાન વૈજ્ઞાનિકો ઘણા રિસર્ચ કરશે. તે વાતાવરણને પાર કરીને સમુદ્રમાં પડશે. આ મિશનથી વૈજ્ઞાનિકો સમજી શકશે કે કોઈપણ વસ્તુને અવકાશમાં લઈ જવામાં કેટલા પડકારો છે.
આ મિશન વિશ્વમાં ફરી એકવાર ઈસરોનો ડંકો વગાડશે. અગાઉ આ મિશનની જવાબદારી યુરોપિયન કંપની એરિયાન સ્પેસને આપવામાં આવનારી હતી પરંતુ ભારતીય ન્યૂસ્પેસ કંપની તેને હાંસલ કરવામાં સફળ રહી.
એરિયાન સ્પેસનું રોકેટ જેનાથી બિકીની સ્પેસક્રાફ્ટ લોન્ચ થવાનું હતું તેમાં વિલંબ થઈ રહ્યો છે. તેથી તેને લોન્ચ કરવાની જવાબદારી ISROને મળી છે.
The Exploration Company 🇺🇸 who are developing an orbital vehicle "Nyx", have partnered up with ISRO 🇮🇳 to launch a 40 kg re-entry demonstrator vehicle "Bikini" on a PSLV rocket in January 2024!! #ISRO pic.twitter.com/NQGHDWeSwy
— ISRO Spaceflight (@ISROSpaceflight) September 15, 2023
ઈસરો આ મિશન માટે PSLV રોકેટના ચોથા તબક્કા એટલે કે PS4નો ઉપયોગ કરશે. PS4 પૃથ્વીની આસપાસ ફરતી વખતે ઘણા પ્રયોગો કરે છે. બિકીની સ્પેસક્રાફ્ટને PS4ની ટોચ પર મૂકવામાં આવશે. આ રીતે મિશનની સફળતાના ચાન્સ વધી જશે.
બિકીની અવકાશયાન પાસે તેની પોતાની પ્રોપલ્શન સિસ્ટમ નથી અને તેથી જ તેને PS4ની મદદથી અવકાશમાં છોડવામાં આવશે. ચોક્કસ ઊંચાઈ પર પહોંચ્યા પછી આ PS4 આ અવકાશયાનથી અલગ થઈ જશે. આ રીતે આ અવકાશયાન અવકાશમાં થોડો સમય વિતાવશે અને પછી વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વી પરના સમુદ્રમાં પડી જશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
