For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરોનુ સાઉંડિંગ રૉકેટ RH-560 લૉન્ચ, હવાના ફેરફાર અંગેની માહિતી આપીને અભ્યાસમાં કરશે મદદ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)એ પોતાનુ સાઉંડિંગ રૉકેટ લૉન્ચ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીહરિકોટાઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)એ પોતાનુ સાઉંડિંગ રૉકેટ લૉન્ચ કરી દીધુ છે. રૉકેટને સાઉંડીંગ રૉકેટ RH-560 નામ આપવામાં આવ્યુ છે. આ રૉકેટ હવામાં ફેરફાર સાથે જોડાયેલી માહિતી આપીને આ અંગે અભ્યાસમાં મદદ કરશે. ઈસરોએ શુક્રવારે રાતે શ્રીહરિકોટા સ્થિત પરીક્ષણ કેન્દ્રથી આ સાઉંડીંગ રૉકેટને લૉન્ચ કર્યુ છે. ઈસરોના ટ્વિટર હેન્ડલથી આની માહિતી આપવામાં આવી છે.

RH 560

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે એસડીએસસી એસએચએઆર, શ્રીહરિકોટામાં તટસ્થ હવા અને પ્લાઝ્મા ડાયનામિક્સમાં એટિટ્યુડિનલ વેરિએશનનો અભ્યાસ કરવા માટે સાઉંડીંગ રૉકેટને લૉન્ચ કરવામાં આવ્યુ. આ રૉકેટ ન્યૂટ્રલ વિંડ પ્લાઝ્મા ડાયનેમિક્સમાં વ્યવહારિક ફેરફારોનુ અધ્યયન કરશે. હવાઓમાં ફેરફાર અને પ્લાઝ્મા ગતિશીલતા પર અધ્યયનમાં તે મદદ કરશે.

ઈસરો તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ અંતરિક્ષ અનુસંધાન માટે ઉપયોગમાં લેવાતુ ઠોસ રૉકેટ છે. ઈસરોએ કહ્યુ કે તે લૉન્ચ માટે ઉપગ્રહોમાં ઉપયોગ માટે નવા ઘટકોનુ પરીક્ષણ કરવા માટે પણ કામ કરે છે. ઈસરોએ ટેકનિકના ક્ષેત્રમાં આને એક મહત્વનુ પગલુ કહ્યુ છે.

કેરળઃ 91 સીટ પર ચૂંટણી લડશે કોંગ્રેસ, રવિવારે જાહેર થશે યાદીકેરળઃ 91 સીટ પર ચૂંટણી લડશે કોંગ્રેસ, રવિવારે જાહેર થશે યાદી

English summary
ISRO launches sounding rocket RH 560 at Satish Dhawan Space Centre Sriharikota Range.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X