આતુરતાનો અંત, ટૂંક સમયમાં ઈસરો પેનલ વિક્રમ લેંડરનો રિપોર્ટ કરશે શેર

ઈસરોના મિશન ચંદ્રયાન વિશે આજે મહત્વનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવી શકે છે. ચંદ્રના જિ ભાગ પર વિક્રમ લેંડર ક્રેશ થયુ હતુ ત્યાં સાંજ થવામાં હવે માત્ર બે દિવસનો સમય બચ્યો છે.

ઈસરોના મિશન ચંદ્રયાન વિશે આજે મહત્વનો રિપોર્ટ ટૂંક સમયમાં સામે આવી શકે છે. ચંદ્રના જિ ભાગ પર વિક્રમ લેંડર ક્રેશ થયુ હતુ ત્યાં સાંજ થવામાં હવે માત્ર બે દિવસનો સમય બચ્યો છે. જો કે આ ક્રેશ લેંડિંગ બાદ પણ ઈસરોએ પોતાની આશા છોડી નથી અને સતત લેંડર સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યુ છે. ટ્વિટર પર ઈસરોએ એક ટ્વીટ કરીને લખ્યુ છે કે અમારી સાથે ઉભા રહેવા માટે તમારો બધાનો આભાર. અમે આગળ પણ અમારુ કામ ચાલુ રાખીશુ, દુનિયાભરમાં ભારતીયોના આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાની કોશિશ ચાલુ રહેશે.

lander vikram

ટ્વિટ કરીને માન્યો આભાર

અધિકૃત રીતે ઈસરો તરફથી કહેવામાં આવ્યુ છે કે વિક્રમ લેંડર વિશે અમારી પાસે અત્યારે કોઈ અપડેટ શેર કરવા માટે નથી, ના કોઈ ફોટો છે. આ ટ્વિટ એ લોકો માટે કરવામાં આવ્યુ છે જેમણે આખા મિશન દરમિયાન અમારો સાથે આપ્યો. પરંતુ સૂત્રોનુ કહેવુ છે કે ઈસરો કમિટિ કે જે લેંડરના સોફ્ટ લેંડિંગર ન કરી શકવાની તપાસ કરી રહી છે, તે ટૂંક સમયમાં આના કારણો વિશે પોતાનો રિપોર્ટ શેર કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આગામી બે દિવસની અંદર આ રિપોર્ટ સામે આવી શકે છે. સૂત્રો અનુસાર કમિટી ઘણી વાર પરસ્પર મળી ચૂકી છે અને ફાઈનલ રિપોર્ટને લગભગ તૈયાર કરી લેવામાં આવ્યો છે. થોડા દિવસોની અંદર આ રિપોર્ટ મીડિયા સાથે શેર કરવામાં આવશે.

પીએમ મોદી પણ પહોંચ્યા હતા ઈસરો સેન્ટર
જોવાની વાત એ છે કે આ મિશન પર આખી દુનિયાની નજર હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કહ્યુ હતુ કે તેમને એ દિવસની રાહ છે જ્યારે લેંડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરશે. આખી દુનિયાએ ચંદ્ર પર ઉતરવાની ભારતની કોશિશની ઘણી પ્રશંસા કરી છે. આખી દુનિયાના વૈજ્ઞાનિકોએ માન્યુ છે કે ભારતનું આ મિશન સંપૂર્ણપણે નિષ્ફળ નથી રહ્યુ પરંતુ આ શોધે બીજા ઘણા દરવાજા ખોલી દીધા છે.

થોડા અંતરેથી ચૂક્યુ

તમને જણાવી દઈએ કે ચંદ્રયાન 2 હેઠળ છોડવામાં આવેલ ઑર્બિટર હજુ પણ ચંદ્રના ચક્કર લગાવી રહ્યુ છે. તેણે જ 9 સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા વિક્રમની થર્મલ ઈમેજ લીધી હતી. આના દ્વારા જ એ જગ્યા શોધી શકાઈ કે જ્યાં આજે લેંડર હાજર છે. લેંડર વિક્રમને સાત સપ્ટેમ્બરના રોજ ચંદ્રના સાઉથ પોલ પર લેંડ કરવાનુ હતુ પરંતુ લેંડિંગની થોડા મીટરના અંતરે જ આનો સંપર્ક ગ્રાઉન્ડ સ્ટેશનથી તૂટી ગયો. ત્યારબાદ લેંડર સાથે સંપર્કની કોશિશો કરવામાં આવી રહી છે. 10 દિવસ બાદ પણ લેંડર વિક્રમ સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X