For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શતાબ્દી ટ્રેનમાં ‘મે ભી ચોકીદાર' કપમાં ચા પીરસાતા થયો હોબાળો

એક ટ્રેનમાં ચાના કપ પર પણ ‘મે ભી ચોકીદાર' નો નારો જોઈને એક વ્યક્તિએ ફરિયાદ કરી દીધી તો હોબાળો મચી ગયો.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે તેમતેમ પાર્ટીઓનો પ્રચાર પ્રસાર પણ ચરમ પર છે. એક તરફ જ્યાં પીએમ નરેન્દ્ર મોદીએ 'મે ભી ચોકીદાર'નો નારો આપ્યો ત્યાં બીજી તરફ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર છે'નો નારો આપી દીધો. એવામાં હવે એક ટ્રેનમાં ચાના કપ પર પણ 'મે ભી ચોકીદાર' નો નારો જોઈને એક વ્યક્તિએ ફરિયાદ કરી દીધી તો હોબાળો મચી ગયો. વાસ્તવમાં કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં મળેલી આ ચાના કપનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આનાથી વિવાદ ઉભો થયો.

આ કપ પર શું કહ્યુ ચૂંટણી કમિશને?

આ કપ પર શું કહ્યુ ચૂંટણી કમિશને?

ચાના કપ પર નારાને ઘણા લોકો ચૂંટણીની આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે પરંતુ ચૂંટણી કમિશનનું કહેવુ છે કે આ કપનું કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી કારણકે આ સંકલ્પ ફાઉન્ડેશન સાથે જોડાયેલો કપ છે. એટલા માટે આ અંગે કોઈ રાજકીય પક્ષ પર કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી નહિ થાય.

ઠેકેદાર સામે થશે કડક કાર્યવાહી

મુસાફરની ફરિયાદ બાદ રેલવેએ તરત જ આ કપને હટાવી લીધો છે અને ઠેકેદાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેલવેએ કહ્યુ કે આ ઉપરાંત સુપરવાઈઝર પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા બાદ આ રીતના પ્રચારને આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવે છે જેના પર કડક કાર્યવાહી થઈ શકે છે.

રેલવે અને ઉડ્ડયન વિભાગને ચેતવી ચૂક્યુ છે ચૂંટણી કમિશન

રેલવે અને ઉડ્ડયન વિભાગને ચેતવી ચૂક્યુ છે ચૂંટણી કમિશન

આ પહેલા વિમાન અને ટ્રેન ટિકિટો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટાના ઉપયોગ માટે ચૂંટણી કમિશન રેલેવે અને ઉડ્ડયન મંત્રાલયને નોટિસ પાઠવી ચૂક્યુ છે. આ નોટિસ 27 માર્ચે જારી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે છેવટે ચૂંટણી આચાર સંહિતા લાગુ થયા બાદ પણ પીએમ મોદીના ફોટા રેલવે ટિકિટ અને એર બોર્ડિંગ પાસ પર કેમ છે આનો જવાબ આપવામાં આવે.

આ પણ વાંચોઃ ક્રિસ ગેલના ડાંસે ઉડાવ્યા બધાના હોશ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઆ પણ વાંચોઃ ક્રિસ ગેલના ડાંસે ઉડાવ્યા બધાના હોશ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

English summary
issue over mai bhi chowkidar cup in shatabdi train, action over contractor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X