For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓના ઘરે IT વિભાગના દરોડા

રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે આવકવેરા વિભાગની ટીમે કોંગ્રેસના નેતા રાજીવ અરોરા સામે મોટી કાર્યવાહી કરી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે આવકવેરા વિભાગની ટીમે કોંગ્રેસના નેતા રાજીવ અરોરા સામે મોટી કાર્યવાહી કરી છે. આજે સવારે આવકવેરા વિભાગની ટીમે જયપુર સ્થિત રાજીવ અરોરાના આમ્રપાલી કાર્યાલયમાં રેડ પાડી. ત્યારબાદ પાર્ટીના અન્ય નેતાઓના અલગ અલગ આવાસો પર પણ આવકવેરાની ટીમે રેડ પાડી. કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર રાઠો઼ડના ઘર અને ઑફિસમાં પણ આવકવેરા વિભાગની ટીમે રેડ પાડી છે. તમને જણાવી દઈએ કે રાજીવ અરોરા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના સભ્ય છે.

IT

માહિતી અનુસાર આવકવેરા વિભાગ રાજસ્થાન ઉપરાંત દિલ્લી, મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળોએ રેડ પાડી રહી છે. રાજસ્થાનમાં જયપુર, કોટા, દિલ્લી અને મુંબઈમાં આવકવેરા વિભાગની ટીમો રેડ પાડી રહી છે. આવકવેરા વિભાગના સૂત્રો મુજબ આ રેડ કરચોરીની ફરિયાદો બાદ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધીએ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આવકવેરા વિભાગમાં કોના કોના નામ શામેલ છે. જો કે આવકવેરા વિભાગ તરફથી આ રેડ વિશે કોઈ અધિકૃત નિવેદન હજુ સુધી આવ્યુ નથી.

રાજસ્થાન રાજકીય સંકટઃ સચિન પાયલટને કેમ ન મળ્યા સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી?રાજસ્થાન રાજકીય સંકટઃ સચિન પાયલટને કેમ ન મળ્યા સોનિયા ગાંધી કે રાહુલ ગાંધી?

English summary
IT conducting raids at multiple locations in Rajasthan at congress aides
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X