એનઆરસી પર કંઈપણ કહેવું બહુ વહેલું ,સીએએ અંગેની સલાહનું સ્વાગત: ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે નાગરિકત્વ કાયદો ઘડવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. જો કોઈ આ પર અમને સૂચનો આપવા માંગે છે તો તે આવકાર્ય છે. બીજી તરફ, મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છેકે દેશભરમાં એનઆરસીનો અમલ કરવા પર કંઈ જ કહેવુ બહું વહેલુ છે.

સલાહ - સુચનો આવકાર્ય
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, આપણા બધાની સલાહ લીધા પછી લાવવામાં આવેલ નાગરિકતા સંશોધન બિલ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. જેમને સમસ્યા હોય, તેઓને પણ કોર્ટમાં જવાનો અધિકાર છે. લોકોને વિરોધ કરવાનો પણ અધિકાર છે. હા, જે લોકો સૂચન આપવા માંગે છે તે આપી શકે છે, કેમ કે અમે હજુ નિયમ તૈયાર કરવાની પ્રક્રિયામાં છીએ.

દેશભરમાં લાગુ કરાશે આ કાયદો
કેટલાંક રાજ્યોએ નાગરિકતા સુધારો કાયદો અમલમાં મૂકવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે તે મંત્રાલયના નહી પણ કેન્દ્રના હાથમાં છે. અમે કાયદાને અંતિમ રૂપ આપીશું જે તમામ રાજ્યોમાં લાગુ થશે. તે ડિજિટલ અને સરળ પ્રક્રિયા હશે જેથી લોકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

આ લોકોને મળશે નાગરિકતા
નાગરિકતા સુધારો અધિનિયમ, 2019 ને તાજેતરમાં ગૃહમાંથી મંજૂરી મળી છે. કાયદામાં હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખ્રિસ્તી સમુદાયોના શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની દરખાસ્ત છે. કોંગ્રેસ અને અનેક સામાજિક સંસ્થાઓ સહિતના મોટાભાગના વિપક્ષી પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરની મોટી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પણ તેની સામે રસ્તાઓ પર છે. વિરોધ કરનારા કહે છે કે ધર્મના આધારે કાયદા બનાવવી એ ભારતના બંધારણ પર હુમલો છે.