For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીઓના બંગલાઓ પર 90 કરોડ ખર્ચ થવા વાળી વાત ખોટી: અજીત પવાર

મહારાષ્ટ્રમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંત્રીઓના બંગલાઓના રિનોવેશન (નવીનીકરણ) માટે 90 કરોડ રૂપિયાના ખર્ચના અહેવાલને નકારી દીધો છે. તેઓએ કહ્યું છે કે આ માહિતી એકદમ ખોટી છે. અજિત પવારે કહ્યું કે, "બંગલા (મંત્રી

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંત્રીઓના બંગલાઓના રિનોવેશન (નવીનીકરણ) માટે 90 કરોડ રૂપિયાના ખર્ચના અહેવાલને નકારી દીધો છે. તેઓએ કહ્યું છે કે આ માહિતી એકદમ ખોટી છે. અજિત પવારે કહ્યું કે, "બંગલા (મંત્રીઓના બંગલા) ના 90 કરોડના રિનોવેશનને લગતા અહેવાલો સાચા નથી." મને ખબર નથી કે તે આંકડો ક્યાંથી આવ્યો. સંબંધિત વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ખર્ચવામાં આવેલા નાણાંનો ડેટા અપડેટ કરવામાં આવ્યો નથી.

Ajit pawar

કોરોનાવાયરસને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે રાજ્યોનું અર્થતંત્ર પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. પૈસાના અભાવે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું કામ પણ અટવાયું છે. તેમજ જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવો હોય તો જાહેર બાંધકામ વિભાગ અંતર્ગત રસ્તાઓની મરામતનું કામ પણ બંધ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, સમાચાર આવ્યા કે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓના બંગલાઓના રિનોવેશનના કામમાં 90 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, હવે અજિત પવારે આવા અહેવાલોને નકારી દીધા છે.

અહેવાલ છે કે મહારાષ્ટ્રના મંત્રીઓના બંગલા અને હોલમાં જે પણ નવીનીકરણનું કામ કરવામાં આવ્યું છે તેના માટે કોન્ટ્રાક્ટરોને ચૂકવણી કરવામાં આવી છે. આ તમામ કામો 90 ટકા સુધી પૂર્ણ થયા છે. આ બધા કારણોને લીધે, વિપક્ષ સરકાર પર હુમલો કર્યો છે. આ કેસમાં અનેક બાબતો કહેવામાં આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રીનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે 90 કરોડ રૂપિયાનો ખર્ચ ખોટો છે. તેણે એટલું કહ્યું છે કે તે ખુદ જ જાણતા નથી કે આ આંકડો ક્યાંથી આવ્યો છે.

આ પણ વાંચો: Farmers Protest: દિલ્હીમાં તેજ થયું ખેડૂતોનું આંદોલન, જાણો કઇ બોર્ડર ખુલ્લી કઇ બંધ

English summary
It is wrong to say that 90 crore will be spent on ministers' bungalows: Ajit Pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X