For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Air Pollution: દિલ્હીને પ્રદૂષણ અને ઝાકળની ચાદરથી રાહત ક્યારે મળશે, જાણો

Air Pollution: દિલ્હીને પ્રદૂષણ અને ઝાકળની ચાદરથી રાહત ક્યારે મળશે, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી સહિત કેટલાય રાજ્યો પ્રદૂષણ અને ધુમ્મસની ચાદરથી ઘેરાયેલ છે. દિલ્હી-એનસીઆર અને આજુબાજુના વિસ્તારોમાં એર ક્વૉલિટી ઈન્ડેક્સનો ગ્રાફ ખતરનાક સ્તરને પાર કરી ચૂક્યો છે. દિલ્હીની વાત કરીએ તો સાવચેતીના ભાગરૂપે 5 સપ્ટેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગ મુજબ પ્રદૂષણની આ સ્થિતિથી બહાર નિકળવામાં હજુ થોડો સમય લાગશે.

હજુ કેટલાક દિવસો સુધી આ સ્થિતિ બની રહેશે

હજુ કેટલાક દિવસો સુધી આ સ્થિતિ બની રહેશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ રંજીત સિંહ મુજબ પ્રદૂષણને કારણે બનેલ ધુમ્મસની ચાદર પંજાબથી લઈ પૂર્વી ઉત્તર પ્રદેશ એટલે કે 800 કિલોમીટર સુધી છવાયેલ છે. રવિવારનો આખો દિવસ ગાઢ ધુમ્મસને કારણે અંધકારમય રહ્યો. કેટલાય દિવસોથી દિલ્હીમાં સૂર્યદેવના દર્શન નથી થયાં. ચારે બાજુ માત્ર ઝાકળ જ ઝાકળ જોવા મળે છે. જો કે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી પંજાબ, હરિયાણા અને એનસીઆરમાં શનિવારે સાંજે અને રવિવારે સવારે હળવો વરસાદ થયો.

ચારો તરફ માત્ર ધુમાડો જ ધુમાડો

ચારો તરફ માત્ર ધુમાડો જ ધુમાડો

પરંતુ આ હળવા વરસાદથી રાહત ન મળી, કેમ કે પવનના કારણે એનસીઆરમાં ઔદ્યોગિક અને પરાલીના ધુમાડાને વધુ ગાઢ બનાવી દીધો છે. આંખોમાં બળતરા હજુ પણ વધી ગઈ છે, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એવામાં હવે જમ્મુ-કાશ્મીર અને હિમાચલના ઉપરી ભાગમાં બની રહેલ પશ્ચિમ વિક્ષોભથી પણ ઘણી અપેક્ષા છે. રંજીત સિંહ મુજબ પશ્ચિમી વિક્ષોભને કારણે હવાઓની ગતિ વધુ તેજ થવાથી સ્થિતિમાં સુધારો થશે. પરંતુ તેમણે કહ્યું કે આમાં થોડો સમય લાગશે.

દિલ્હી અને આજુબાજુના કેટલાય રાજ્યોમાં પ્રદૂષણનું સ્તર વધ્યું

દિલ્હી અને આજુબાજુના કેટલાય રાજ્યોમાં પ્રદૂષણનું સ્તર વધ્યું

શિમલા, ચંદીગઢ અને રાજધાની દિલ્હીથી લઈ આખા એનસીઆરમાં 6 નવેમ્બરથી આગામી 4-5 દિવસ સુધી વરસાદનું અનુમાન છે. જ્યારે આ દરમિયાન તેજ હવાઓ પણ ચાલી શકે છે. પશ્ચિમી વિક્ષોભને કારણે ચંદીગઢ અને પંજાબમાં ધુમાડાનો પ્રકોપ થોડો ઘટ્યો છે, પરંતુ રાજધાની દિલ્હીની સ્થિતિમાં કંઈ ખાસ સુધારો થયો નથી. બીજી તરફ પ્રદૂષણને લઈ દિલ્હી સરકાર અને ભાજપ આમને-સામને છે. રાજધાનીમાં ભાજપ ઓડ-ઈવન સ્કીમનો વિરોધ કરી રહ્યો છે.

શું પ્રદૂષિત દિલ્હીથી રાજધાનીને બીજા શહેરમાં ખસેડવી જોઈએ? જાણો નાગરિકોએ શું કહ્યુંશું પ્રદૂષિત દિલ્હીથી રાજધાનીને બીજા શહેરમાં ખસેડવી જોઈએ? જાણો નાગરિકોએ શું કહ્યું

English summary
it will take time for delhi to become pollution free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X