For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇટલી મરિન્સ કેસ પટિયાલા હાઉસની CMM કોર્ટમાં ચાલશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 માર્ચ: દિલ્હી સુપ્રિમ કોર્ટે બે ભારતીય માછીમારોની હત્યાના આરોપી ઇટલીના બે મરિન્સો પર કેસ ચલાવવાનું દાયિત્વ અહીંની પટિયાલા હાઉસ કોર્ટના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને સોંપવામાં આવ્યો છે. સુપ્રિમ કોર્ટ સંબંધિત અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમિત બંસલ આ કેસની સુનાવણી કરશે.

સુપ્રિમ કોર્ટે 18 જાન્યુઆરીના સૂચનોના અનુરૂપ કેન્દ્રએ 23 માર્ચના રોજ દિલ્હી સુપ્રિમ કોર્ટમાંથી બે ઇટાલીયન મરિન્સો મૈસિમિલિયાનો લૈટોર અને સલ્વાટોર ગિરોન પર કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટની રચના કરવાનું કહ્યું હતું.

marines

ઇટલીના બે મરિન્સ 22 માર્ચના રોજ ભારત પરત ફર્યા હતા જેમને સુપ્રિમ કોર્ટે ચાર અઠવાડિયા માટે સ્વદેશ જવાની પરવાનગી આપી હતી, જેથી તે ત્યાં સામાન્ય ચુંટણીમાં મતદાન કરી શકે.

મરિન્સો પર કેસ ચલાવવાનો મામલો ભારતીય કોર્ટોના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો તેવા ઇટલી સરકારના તર્કને સુપ્રિમ કોર્ટે નકારી કાઢ્યો હતો. કોર્ટે આરોપીઓને દિલ્હી સ્થળાંતરિત કરવા તથા તેમને કેન્દ્ર દ્રારા વિશેષ કોર્ટની રચના કરવામાં આવે ત્યાં સુધી તેમને કબજામાં રાખવાનો આદેશ કર્યો છે. વિશેષ કોર્ટની સ્થાપના માટે પ્રધાન ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા કરી 18 જાન્યુઆરીના આદેશનું પાલન ન કરનારને કેન્દ્રના વલણ પર આપત્તિ વ્યક્ત કરી હતી.

English summary
The Delhi High Court has designated the Chief Metropolitan Magistrate (CMM) of Patiala House Court here for holding the trial of the two Italian marines, accused of killing two Indian fishermen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X