For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ અને કાશ્મીર: ડીડીસીના ત્રીજા તબક્કાનુ મતદાન શરૂ, કડક સુરક્ષા વ્યવસ્થા

જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સવારે સાત વાગ્યાથી જિલ્લા વિકાસ પરિષદ(ડીડીસી)ની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં શુક્રવારે સવારે સાત વાગ્યાથી જિલ્લા વિકાસ પરિષદ(ડીડીસી)ની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે. આ તબક્કામાં 33 સીટો માટે મત નાખવામાં આવી રહ્યા છે. આમાં 16 સીટો કાશ્મીર સંભાગ અને 17 જમ્મુ સંભાગમાં છે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સીટો પર 305 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આમાં 53 મહિલા ઉમેદવાર અને 252 પુરુષ ઉમેદવાર છે. ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 737648 મતદારો કરશે.

ddc

વોટિંગ માટે એક દિવસ પહેલા જ રાજ્ય ચૂંટણી કમિશ્નર કેકે શર્માએ મીડિયાને જણાવ્યુ હતુ કે અમે કોરોના મહામારીના કારણે 2046 મતદાન કેન્દ્ર સ્થાપિત કર્યા છે. આમાં 1254 મતદાન કેન્દ્ર કાશ્મીર અને 792 મતદાન કેન્દ્ર જમ્મુમાં છે. જ્યાં સ્વચ્છતાનો પૂરો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આ વખતે ઘણા મતદાન કેન્દ્રો સંવેદનશીલ વિસ્તારોમાં આવે છે જ્યાં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મતદાનનો સમય પહેલા બે તબક્કાની જેમ જ સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધીનો જ છે. મતદારોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટંસીંગનુ ધ્યાન રાખવુ પડશે.

બીજા તબક્કાનુ મતદાન મંગળવારે થયુ

તમને જણાવી દઈએ કે બીજા તબક્કાનુ મતદાન મંગળવારે થયુ હતુ. જેમાં 42 સીટો પર વોટિંગ થઈ હતી. મંગળવારે થયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. બીજા તબક્કામાં કાશ્મીરમાં સૌથી વધુ મતદાન બાંદીપોરામાં નોંધવામાં આવ્યુ હતુ જ્યાં 69.66 ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદ કુપવાડામાં 58.69 ટકા મતદાન થયુ. વળી, પુલવામા જિલ્લામાં સૌથી ઓછુ મતદાન થયુ જ્યાં વોટિંગ ટકા માત્ર 8.67 ટકા રહ્યા હતા. રાજ્ય ચૂંટણી કમિશ્નર કેકે શર્માના જણાવ્યા મુજબ ડીડીસી ચૂંટણીના બીજા તબક્કામાં 48.62 ટકા મતદારોએ મતદાનમાં ભાગ લીધો.

PMની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, આ નેતાઓ થશે શામેલPMની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, આ નેતાઓ થશે શામેલ

English summary
J&K: District Development Council (DDC) elections third phase polling today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X