અનંતનાગ: સુરક્ષાબળોએ ત્રણ આતંકી ઠાર માર્યા, એક જવાન પણ શહીદ
જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એન્કાઉન્ટર પછી ત્રણ આતંકીઓની લાશ મેળવવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર એન્કાઉન્ટર પછી ત્રણ આતંકીઓની લાશ મેળવવામાં આવી છે. તેમને આગળ જાણકારી આપી કે આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયો છે. હાલમાં એન્કાઉન્ટર ચાલુ જ છે. જમ્મુ કાશ્મીર પોલીસ તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે અનંતનાગના શ્રીગુફાવારા ગામમાં કેટલાક આતંકીઓ સંતાયા હોવાની માહિતી મળી છે. ત્યારપછી આ આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

ફાયરિંગમાં એક મહિલા પણ ઘાયલ થયી
સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ગોળીબારી ચાલુ જ છે. આ ગોળીબારીમાં એક મહિલા પણ ઘાયલ થયાની ખબર મળી રહી છે. જયારે બીજી બાજુ અનંતનાગમાં કોઈ પણ પ્રકારની અફવાહો પર અંકુશ લગાવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એક પોલીસ ઓફિસર તરફથી જાણકારી આપવામાં આવી હતી કે સંતાયેલા આતંકીઓને પકડવા માટે જેવા સુરક્ષાબળો ઘ્વારા ઘેરાબંધી કરવામાં આવી તેની સાથે જ આતંકીઓ ઘ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું. ત્યારપછી બંને વચ્ચે ઝડપ શરૂ થઇ ગયી.
આ પહેલા ગુરુવારે પુલવામાં જિલ્લામાં આતંકીઓ ઘ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ધ્યાન આપવા જેવી બાબત છે કે કેન્દ્ર સરકાર ઘ્વારા જમ્મુ કાશ્મીરમાં રમઝાન મહિના દરમિયાન ચાલી રહેલા યુદ્ધવિરામ માટેનો નિર્ણય પાછો લઇ લેવામાં આવ્યો છે. ત્યારપછી સેના તરફ થી કાશ્મીરમાં કોડણ એન્ડ સર્ચ ઓપરેશન (કાંસો) ફરીથી લોન્ચ કરી દેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
