શોપિંયા એન્કાઉન્ટમાં એક મેજર અને એક જવાન શહીદ

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા આંતકીઓને શોધી નીકાળવા માટે જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાં જ કુલગામમાં સેનાએ બે આંતકીઓને મારી નાંખ્યા છે. તો શોપિંયામાં ત્રણ આંતકી અને સેના વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટમાં એક અધિકારી અને એક મેજરના શહીદ થવાની ખબર આવી છે. ઉલ્લેખનીય છે કે રાતના 2 વાગ્યાની આસપાસ જ્યારે આર્મી, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે માતૃબુગ ગામમાં કેટલાક ઉગ્રવાદીઓ છુપાયા હોવાની ખબર મળી હતી.

army

જે બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગત રાતથી ચાલી રહેલા આ હુમલામાં સામ સામે ફાયરિંગ થતા એક મેજર સમેત બે જવાનોને ગોળી લાગી હતી. ઇજાગ્રસ્તોને હેલિકોપ્ટરથી તરત જ શ્રીનગર મિલિટ્રી બેઝ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સેના દ્વારા હાલ જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે જે હેઠળ મોટી સંખ્યામાં આંતકવાદીઓનો ખાતમો કરવામાં આવી રહ્યો છે.

English summary
J&K:militants killed in Kulgam; c jawan martyred, 2 others injured in Shopian.
Please Wait while comments are loading...