જમ્મુ-કાશ્મીરના ગૃહરાજ્યમંત્રીએ હિંસાના આરોપના પગલે સોપ્યું રાજીનામુ

જોકે કિચલૂએ પોતાની ઉપર લાગેલા બધા જ આરોપોને નિરાધાર ગણાવી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહને પોતાનું રાજીનામુ આપી દીધું છે. તેમની પર એવા આરોપ લાગી રહ્યા હતા કે જે વખતે કિશ્તવાડમાં હિંસા થઇ રહી હતી, ગૃહરાજ્યમંત્રી સજ્જાદ કિચલૂ કિશ્તવાડમાં જ હાજર હતા.
રાજ્યસભામાં નેતા વિપક્ષ અરૂણ જેટલીએ પણ તેમની પર આંગળી ઉઠાવતા જણાવ્યું કે હિંસામાં એક વરિષ્ઠ નેતા પણ સામેલ હતો. પોતાની પર લાગી રહેલા આવા આરોપના પગલે કિચલૂએ પોતાના પદ પરથી આજે રાજીનામું ધરી દીધું છે.












Click it and Unblock the Notifications
