મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝે સુકેશ ચંદ્રશેખરને લઈને રાઝ ખોલ્યા, જાણો શું કહ્યું?
200 કરોડના મની મની લોન્ડરિંગ કેસમાં એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે જેકલીન ફર્નાન્ડિઝે પણ કેટલાક રાઝ ખોલ્યા છે.
200 કરોડના મની મની લોન્ડરિંગ કેસમાં એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે જેકલીન ફર્નાન્ડિઝે પણ કેટલાક રાઝ ખોલ્યા છે. જેકલીન પર આરોપો લાગી રહ્યા છે ત્યારે હવે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગે સામે તેને નિવેદન નોંધાવ્યુ છે.

જેકલીન ફર્નાન્ડીઝે કલમ 164 હેઠળ કોર્ટમાં નિવેદન નોંધાવ્યુ છે. આ પહેલા જેકલીને અ કહ્યું હતું કે તે સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના છેતરપિંડીના કેસમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા માંગે છે. ત્યારબાદ હવે જેકલીન ફર્નાન્ડિઝે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યુ છે.
દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા નોંધાયેલા આ કેસમાં પૂછપરછ દરમિયાન ફર્નાન્ડિઝે કહ્યું હતું કે જ, તેનું નિવેદન ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં આવશે તો તે તમામ માહિતી શેર કરશે.
આ કેસમાં આરોપ છે કે, સુકેશ ચંદ્રશેખરે કથિત રીતે પોતાને સરકારી અધિકારી ગણાવીને કેટલાક હાઈ પ્રોફાઇલ લોકોને છેતર્યા હતા. આ સિવાય ઈડીએ આરોપ લગાવ્યો છે કે જેકલીન ફર્નાન્ડિઝે ખંડણી કેસમાં તપાસ દરમિયાન ભારત છોડવાનો પ્રયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
