For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો શાલીગ્રામ પર છીણી-હથોડી ચલાવી તો હું અન્ન-જળનો ત્યાગ કરીશઃ પરમહંસ આચાર્ય

અયોધ્યાના જગતગુરુ પરમહંસ આચાર્યએ કહ્યુ કે જો શાલિગ્રામ પર હથોડી અને છીણીનો ઉપયોગ કરવામાં આવશે તો હું અન્ન-જળનો ત્યાગ કરીને મારા પ્રાણ ત્યજી દઈશ.

|
Google Oneindia Gujarati News

Jagatguru Paramhans Acharya: નેપાળની શાલિગ્રામી (કાલી ગંડકી) નદીમાંથી કાઢીને બે વિશાળ શાલીગ્રામ શિલાઓ અયોધ્યા પહોંચી ગયા છે. શાલિગ્રામની આ વિશાળ શિલાઓમાંથી રામલલાની મૂર્તિ બનાવવાની છે પરંતુ મૂર્તિ બનતા પહેલા જ આનો વિરોધ શરુ થઈ ગયો છે. તપસ્વી છાવણીના જગતગુરુ પરમહંસ આચાર્યએ કહ્યુ કે શાલિગ્રામ ખુદમાં જ ભગવાન છે માટે તેના કોઈ પણ રુપની પૂજા થવી જોઈએ. જો શાલિગ્રામ ઉપર હથોડી કે છીણી ચાલી તો અનર્થ થઈ જશે અને હું અન્ન-જળનો ત્યાગ કરીને જીવનને અલવિદા કરી દઈશ.

Paramhans Acharya

મીડિયા સાથે વાત કરતા તપસ્વી છાવણીના પીઠેશ્વર જગતગુરુ પરમહંસ આચાર્યએ કહ્યુ કે, ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા 500 વર્ષના લાંબા સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઝડપથી શરુ છે. ભગવાન રામની વિશાળ મૂર્તિ માટે નેપાળની બે શિલાઓ અયોધ્યા પહોંચી ગઈ છે, જેનુ વજન લગભગ 127 ક્વિન્ટલ છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે મે સાંભળ્યુ છે કે તેના (શાલિગ્રામ) પર છીણી અને હથોડીનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે હું ખૂબ જ દુઃખી છુ. હું નિવેદન કરુ છુ કે આવો અનર્થ ના કરો.

પરમહંસ આચાર્યએ કહ્યુ કે શાલિગ્રામ કોઈ સામાન્ય શિલા નથી. આ એક એવી શિલા છે જેમાં ભગવાન સ્વયં બિરાજમાન છે. જો તેના પર હથોડી અને છીણીનો ઉપયોગ કરવામાં આવે તો મોટો અનર્થ સર્જાશે. એટલા માટે હું સંબંધિત રામ જન્મભૂમિ ટ્રસ્ટને વિનંતી કરુ છુ કે આવો અનર્થ ન કરે. તેમણે કહ્યુ કે અમે આ સ્વરૂપમાં જ શાલિગ્રામની પૂજા કરીશુ. જો ભગવાન પર હથોડી અને છીણી મારી તો હું અન્ન-જળનો ત્યાગ કરીને પ્રાણ છોડી દઈશ.

જો કે, નેપાળના જાનકી ધામ મંદિરના ઉત્તરાધિકારી રામ રોશન દાસે સ્પષ્ટ કર્યુ કે આવા વિરોધ અને ટિપ્પણીઓ યોગ્ય નથી. કારણ કે જો આપણે માનીએ તો કણ-કણમાં ભગવાન છે. રામ રોશન દાસે કહ્યુ કે આ ખડકોમાંથી રામલલાની મૂર્તિ બનાવી શકાય છે અને તેથી જ તેને યોગ્ય વિધિ અને પૂજા બાદ રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવી છે. આ તરફ રામ મંદિર ટ્રસ્ટે આ વિવાદથી પોતાને દૂર રાખવાની કોશિશ કરી છે કે આ મુદ્દો અત્યારનો નથી પરંતુ પછીનો છે.

English summary
Jagatguru Paramhans Acharya opposed the hits on shaligram with hammer in Ram temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X