For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીઆરઓ હશે જગદીશ ઠક્કર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જૂન : દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પબ્લિક રિલેશન્સ ઓફિસર (પીઆરઓ) જગદીશ ઠક્કર બન્યા છે. જગદીશ ઠક્કર 69 વર્ષના છે. તેઓ 1986થી ગુજરાતના મુખ્યમંત્રીના પીઆરઓ રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે તેમની નિયુક્તિની ઔપચારિકતા પૂરી કરવામાં આવશે.

જગદીશ ઠક્કરને નરેન્દ્ર મોદીના ભરોસાપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ ગુજરાતમાં સીએમને મીડિયા સાથે સંબંધિત તમામ પ્રકારની સલાહ આપતા હતા. આ માટે માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી પોતાના મીડિયા સલાહકાર નહીં રાખે. તેઓ પીએમના મીડિયા સલાહકારનું પદને પીઆરઓમાં વિલય કરી દેશે. આમ કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન જવાહર લાલ નહેરુના જમાનાથી ચાલી આવતી પરંપરાને પણ તોડશે.

narendra-modi-jagdish-thakkar

નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બનવાના સફરથી લઇને વડાપ્રધાન બનવા સુધીની સફરમાં જગદીશ ઠક્કર મુખ્યમંત્રીના પીઆરઓ બનવા સુધીની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીના પીઆરઓ પદ પરથી રાજીનામુ આપ્યું છે જે સ્વીકારી લેવામાં આવ્યું છે.

ઠક્કર સોમવારથી પોતાનું કામકાજ સંભાળશે. કહેવામાં આવે છે કે છેલ્લા 28 વર્ષથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રીના પીઆરઓ તરીકે કામ કરી રહ્યા છે. આ કારણે જ જગદીશ ઠક્કર નરેન્દ્ર મોદીની કાર્યશૈલી સારી રીતે જાણે છે અને સમજે છે. આ કારણે જ નરેન્દ્ર મોદીએ ઠક્કરને પીએમના પીઆરઓ બનાવવાનો નિર્ણય લીધો છે.

English summary
Jagdish Thakker become Public Relations Officer of PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X