For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરબજીત પરના હુમલામાં જેલ અધિકારીઓની મિલિભગત : પૂર્વ ગુપ્તચર

|
Google Oneindia Gujarati News

save-sarabjit-singh
કોલકતા, 30 એપ્રિલ : ભારતના એક પૂર્વ ગુપ્તચરે સોમવારે જણાવ્યું હતું કે લાહોરની કોટ લખપત જેલમાં સરબજીત સિંહ પર થયેલો હુમલો સુનિયોજીત છે અને જેલ અધિકારીઓની મિલિભગતથી તેને અંજામ આપવામાં આવ્યો છે. આ ગુપ્તચર બે દાયકા સુધી પાકિસ્તાનની જેલમાં બંધ રહી ચૂક્યા છે.

પૂર્વ ગુપ્તચરે દાવો કર્યો છે કે વર્ષ 1977માં તેમને પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની હત્યા કરવા માટે બ્લેંક ચેક કરી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ફાંસીની સજા મેળવનાર કોઇ પણ કેદી પર આ પ્રકારથી હુમલો કરવો એ જેલ અધિકારીઓની મિલિભગત વિના શક્ય નથી.

ભુટ્ટોને પ્રધાનમંત્રી પદ પરથી દૂર કરાયા બાદ તેમને તે સમયે લાહોર જેલામાં જ રાખવામાં આવ્યા હતા. ભારતીય જાસૂસ હોવાના આરોપમાં 1976થી 1996 સુધી પાકિસ્તાનની વિવિધ જેલોમાં કેદ રહેનારા ઇલાહીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં મોતની સજા મેળવેલા કેદીઓ પર કડક નજર રાખવામાં આવે છે.

પાકિસ્તાનના વર્તમાન રાષ્ટરપતિ આસિફ અલી જરદારીની સાથે સમય પસાર કરનારા ઇલાહીએ જણાવ્યું કે "આવા કેદીઓને દિવસમાં માત્ર એક વાર અડધો કલાક માટે પગ છૂટો કરવા માટે સેલમાંથી બહાર કાઢવામાં આવે છે. આ દરમિયાન પણ તેમના હાથમા હાથકડી પહેરાવેલી હોય છે. આ કારણે ફાંસીની સજા મેળવેલા કેદી પર હુમલો કરવો અસંભવ છે."

ઉલ્લેખનીય છે કે 26 એપ્રિલના રોજ પાકિસ્તાનની જેલમાં બંધ સરબજીત પર થયેલા પ્રાણઘાતક હુમલાના કિસ્સામાં બે જેલ અધિકારીઓએ જેલના બે કેદી વિરુદ્ધ ફરિયાદ નોધી છે. આ બંને પણ ફાંસીની સજા મેળવેલા કેદીઓ છે.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સરબજીત ખરાબ રીતે ઘવાયેલો છે અને તે કોમામાં છે. લાહોરની જિન્ના હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે. ઇલાહીએ જણાવ્યું કે "પાકિસ્તાનની જેલોમાં કડક સુરક્ષા હોય છે. બહાર આંટો મારવા નીકળેલા કેદી પર એક સાથે અનેકની નજર રહે છે. એક જ સમયે ફાંસીની સજા પામેલા બે કેદીઓને નીકાળવામાં આવતા નથી. તેમને એક પછી એક બહાર કાઢવામાં આવે છે. એક કેદીના સેલમાં બંધ થવા સુધી બીજો રાહ જોવે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના જેલ અધિકારીઓનો દાવો કે ફાંસીની સજા પામેલા બે કેદીએ હુમલો કર્યો એ વાત ગળે ઉતરતી નથી."

English summary
Jail officials involvement in attack on Sarabjit : Former detective.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X