નવા રૉ અને આઇબી ચીફ છે કાશ્મીર અને બલૂચિસ્તાન બાબતોના નિષ્ણાત

Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે શનિવારે દેશના નવા રૉ અને આઇબી ચીફના નામની જાહેરાત કરી હતી. અનિલ કુમાર ધસ્માના કે જે બલૂચિસ્તાનના નિષ્ણાત છે તેઓ 30 જાન્યુઆરીથી રૉ ચીફ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે.

anilkumar

મહત્વની બાબતોના નિષ્ણાત છે અનિલ કુમાર

ધસ્માના 1981 બેચના મધ્યપ્રદેશના આઇપીએસ અધિકારી છે જેમને બલૂચિસ્તાન, આતંકવાદ અને ઇસ્લામિક બાબતોના નિષ્ણાત માનવામાં આવે છે. તેમની પસંદગી એવા સમયે સામે આવી જ્યારે કેન્દ્ર સરકારે બલૂચિસ્તાન બાબતે એક અલગ વલણ અપનાવ્યુ છે. ધસ્માના હાલના રૉ ચીફ રજિન્દર ખન્નાની જગ્યા લેશે. ધસ્માના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બાબતોના નિષ્ણાત રુપે ઓળખાય છે. તેમણે સાર્ક અને યુરોપ ડેસ્ક પર પણ પોતાની સેવાઓ આપી છે.

રૉ અધિકારીનું અનિલ કુમાર વિશે મંતવ્ય

રૉ ના અધિકારીએ વનઇંડિયાને જણાવ્યુ કે ધસ્માનાની પસંદગી યોગ્ય સમયે થઇ છે. બલૂચિસ્તાન બાબતે તેમની વિશેષતાનો ઘણો લાભ મળશે. હાલના દિવસોમાં ભારત અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાન મામલે વિશેષ વલણ અપનાવી રહ્યુ છે. એવામાં ધસ્માનાની પસંદગી ઘણી મહત્વની છે.

રાજીવ જૈન નવા આઇબી ચીફ

કેન્દ્ર સરકારે આઇબીના નવા ચીફ તરીકે રાજીવ જૈનની પસંદગી કરી છે કે જેઓ ઝારખંડ કેડરના આઇપીએસ અધિકારી છે. તેઓ પણ કાશ્મીર મુદ્દઓના નિષ્ણાત છે. હાલના સમયમાં તેઓ આઇબીમાં સ્પેશિયલ ડાયરેક્ટર છે અને તેઓ દિનેશ્વર શર્માની જ્ગ્યાએ નવા આઇબી ચીફ હશે. રાજીવ જૈન દિનેશ્વર શર્માની જગ્યાએ 1 જાન્યુઆરીએ પોતાનો કાર્યભાર સંભાળશે. આઇબીના એક અધિકારીનું કહેવુ છે કે જૈન કાશ્મીર બાબતોના મોટા નિષ્ણાત છે. તેમની જાણકારી હાલના સમયમાં ઘણી ઉપયોગી સાબિત થશે.

આઇબીના એક અધિકારીએ જણાવ્યુ કે જૈન આ પહેલા પણ દિલ્હી અને અમદાવાદમાં આઇબીના ચીફની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેમને રાષ્ટ્રપતિ તરફથી પોલિસ મેડલ પણ મળી ચૂક્યો છે. જૈન અને ધસ્માનાનો કાર્યકાળ બે વર્ષનો હશે.

English summary
Jain is an expert on J&K and Islamic extremism Dhasmana, specialises in Pak and Afghanistan, especially Balochistan.
Please Wait while comments are loading...