For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો બપોરે 3 વાગ્યા સુધી ચીન રહ્યુ ચૂપ તો આજે પ્રતિબંધ લાગી જશે મસૂદ અઝહર પર

ભારત માટે યુનાઈટેડ નેશન્સ (યુએન) માં આજનો દિવસ ઘણો મહત્વનો બની રહેવાનો છે.

|
Google Oneindia Gujarati News

ભારત માટે યુનાઈટેડ નેશન્સ (યુએન) માં આજનો દિવસ ઘણો મહત્વનો બની રહેવાનો છે. બપોરે ત્રણ વાગે આ વાતનો નિર્ણય આવી જશે કે જૈશ એ મોહમ્મદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહર પ્રતિબંધિત રહેશે કે પછી પહેલાની જેમ આઝાદ થઈને આતંકી ગતિવિધિઓને અંજામ આપતો રહેશે. જો આ સમય સુધી ચીન તરફથી અઝહર પર પ્રતિબંધ અંગે કોઈ અડિંગો નહિ લગાવવામાં આવે તો પછી તેના પર પ્રતિબંધ ચાલુ રહેશે. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (યુએનએસસી) માં 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ અઝહર પર પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે અને હજુ સુધી કોઈ સભ્ય તરફથી કોઈ પણ વિરોધ પણ જતાવવામાં આવ્યો નથી.

પુલવામા હુમલા બાદ આવ્યો પ્રસ્તાવ

પુલવામા હુમલા બાદ આવ્યો પ્રસ્તાવ

પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદના પ્રમુખ અઝહર પર પ્રતિબંધ માટે અમેરિકા, યુકે અને ફ્રાંસ તરફથી પુલવામા આતંકી હુમલા બાદ પ્રતિબંધનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી જૈશે લીધી હતી. આ ચોથો મોકો છે જ્યારે અઝહર પર પ્રતિબંધ માટે પ્રસ્તાવ યુએનએસસીમાં લાવવામાં આવ્યો છે. જાન્યુઆરી 2016માં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલા બાદ પણ આ રીતનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પરંતુ દરેક વખતે ચીને આ પ્રસ્તાવ પર ટેકનિકલ રીતે અડિંગો લગાવી દીધો હતો. સૂત્રો તરફથી આપેલી જાણકારી મુજબ ચીનનુ માનવુ છે કે હજુ સુધી એ અંગેના પુરાવા નથી મળ્યા જેને અઝહરે યુએનમાં પ્રતિબંધિત સંસ્થા જૈશ સાથે જોડવામાં આવે.

કેવી રીતે લાગશે પ્રતિબંધ

કેવી રીતે લાગશે પ્રતિબંધ

યુએનમાં ભારતમાં પૂર્વ સ્થાયી પ્રતિનિધિ અશોક મુખર્જીએ ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં આ પ્રતિબંધ પર મહત્વની જાણકારીઓ આપી છે. તેમણે જણાવ્યુ કે જો સાઈલેન્સ પીરિયડ, જે દરમિયાન સુરક્ષા પરિષદના કોઈ સભ્ય વિરોધ કરી શકે છે તે 13 માર્ચે ખતમ થઈ જાય તો મસૂદ પણ 1267 સેક્શન લિસ્ટમાં આવી શકે છે. આને કાઉન્સિલ તરફથી આગળ વધારવામાં આવશે અને મસૂદ અઝહરને યાદીમાં નાખી દેવામાં આવશે. સિક્યોરિટી કાઉન્સિલ અને પ્રતિબંધિત સમિતિમાં 15 દેશ શામેલ છે.

ચીનનું ચૂપ રહેવુ જરૂરી

ચીનનું ચૂપ રહેવુ જરૂરી

અશોક મુખર્જીએ જણાવ્યુ કે સભ્ય દેશને કાઉન્સિલને ફેક્સ મોકલીને કે પછી ચિઠ્ઠી મોકલીને પોતાનો વિરોધ વિશે જણાવવાનું હોય છે. આના પર કોઈ પણ મીટિંગ નહિ થાય. જો ત્રણ વાગ્યા બાદ કોઈ વિરોધ નહિ થાય તો પછી અઝહરે પોતાની જાતે પ્રતિબંધિત યાદીમાં આવી જશે. ત્યારબાદ કાઉન્સિલ તરફથી આના પર એક રિલીઝ જારી કરીને સાર્વજનિક કરી દેવામાં આવશે. પરંતુ જો ફરીથી કોઈ ટેકનિકલ હોલ્ડ લગાવવામાં આવે તો પછી કોઈ પણ ઔપચારિક ઘોષણા નહિ કરવામાં આવે.

શું છે 1267

શું છે 1267

યુનાઈટેડ નેશન્સે 1267 સેક્શન કમિટી 15 ઓક્ટોબર 1999ને સિક્યોરિટી કાઉન્સિલે સામાન્ય સંમતિથી અપનાવ્યુ હતુ. તે સમયે એ લિસ્ટમાં તાલિબાન, અલકાયદા અને દુનિયાભરમાં ફેલાયેલા આતંકવાદીઓ અને આતંકી સંગઠનોને પ્રતિબંધિત કરવા માટે તેમને લિસ્ટમાં નાખવામાં આવ્યા હતા. આ પ્રસ્તાવ હેઠળ સિક્યોરિટી કાઉન્સિલ કોઈ આતંકવાદી કે આતંકી સંગઠનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી કે આતંકવાદી સંગઠન ઘોષિત કરી શકે છે અને તેના પર વ્યાપક પ્રતિબંધ લગાવી શકે છે. લિસ્ટમાં નામ આવતા જ યુએનના બધા દેશ તેને આતંકવાદી કે આતંકી સંગઠન રૂપે માનીને કઠોર વલણ અપનાવે છે.

આ પણ વાંચોઃ કલંકઃ 21 વર્ષ બાદ એકસાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત, કહી દિલની વાતઆ પણ વાંચોઃ કલંકઃ 21 વર્ષ બાદ એકસાથે જોવા મળશે સંજય દત્ત-માધુરી દિક્ષિત, કહી દિલની વાત

English summary
Jaish chief Masood Azhar will be banned if by 3 pm no objection raised by China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X