For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુલગામ એન્કાઉન્ટરમાં જૈશનો એક આતંકી ઠાર, 1 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં 1 આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. જો કે આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શહીદ જવાનની ઓળખ રોહિત છિબ તરીકે થઈ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં 1 આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. જો કે આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શહીદ જવાનની ઓળખ રોહિત છિબ તરીકે થઈ છે. ત્યાં માર્યા ગયેલા આતંકવાદી જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠનનો હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટરમાં 3 જવાન પણ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ સિવાય બે સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયાના અહેવાલ છે.

Jammu Kashmir

એન્કાઉન્ટર કુલગામના પરિવાન વિસ્તારમાં થયું હતું

જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના પરવાન વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘેરાબંધી બાદ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આર્મી, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે.

રવિવારના રોજ પણ કુલમાગમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા

ઉલ્લેખીય છે કે, બે દિવસ પહેલા રવિવારના રોજ પણ કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના હસનપોરા વિસ્તારમાં થયું હતું. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હસનપોરામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ ગામની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો.

English summary
Jaish terrorist shot dead in Kulgam encounter, 1 jawan martyred.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X