For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન અને પાકિસ્તાન પર વિદેશ મંત્રીનો વાર, કહ્યુ સારા પાડોશી આતંક ના મચાવે

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે એક લીડરશીપ સમીટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ચીન અને પાકિસ્તાનના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જયશંકરે જણાવ્યું હતું કે ચીન સાથે ત્યાં સુધી ભારતના સંબંધો સામાન્ય નહ

|
Google Oneindia Gujarati News

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે એક લીડરશીપ સમીટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ચીન અને પાકિસ્તાનના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જયશંકરે જણાવ્યું હતું કે ચીન સાથે ત્યાં સુધી ભારતના સંબંધો સામાન્ય નહીં બને જ્યાં સુધી સરહદી વિસ્તારોમાં શાંતિ નહીં હોય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છી રહ્યું છે પરંતુ સારા પાડોશી ક્યારે પણ આતંક ન મંચાવે.

JAYSHANKAR

ચીન મુદ્દે જયશંકર જણાવ્યું હતું કે, જ્યાં સુધી સમજુતી પાલન નહીં થાય અને યથાર્થસ્થિતિને બદલવા માટે એક તરફી પ્રયાસ નહીં કરવામાં આવે ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં બની શકે. ગલવાન ઘાટીની ઝડપનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, 2020 માં જે થયું તે એક પક્ષ દ્વારા કરવામાં આવેલો પ્રયાસ હતો બંને દેશો વચ્ચે વાતચીતની પ્રક્રિયા પર તેમણે કહ્યું કે, શું આપણે ત્યારથી પ્રગતિ કરી છે ? હા અમુક મામલામાં પહેલા ઘણી જગ્યા ઉપર વિવાદ હતો અને વધુ સૈનિકોની તેનતી હતી એમાં અમુક મુદ્દાને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવ્યું છે.

વિદેશ મંત્રી જયશંકરે અનુસાર અમુક મુદ્દા પર હજી પણ કામ કરવાની જરૂર છે તેમને એકના એક દિવસ અહેસાસ થશે કે વર્તમાનની સ્થિતિ તેના હિતમાં જ છે. ભારતે ચીનની જે મેસેજ આપ્યો છે તેમાં કોઈ સ્પષ્ટ નથી તો પાકિસ્તાન મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારનું મત જનતાની અપેક્ષાથી અલગ નથી મને લાગે છે કે દેશની જનતા પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે પરંતુ પાકિસ્તાનીથી સમજવું જોઈએ કે સારા પાડોશી ક્યારેય આતંક નથી ફેલાવતા

જયશંકરે પોતાના સંબંધોમાં રશિયા-યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું હતું ત્યારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અપીલ કરી હતી કે યુદ્ધ છોડી દે આજનો યુગ યુદ્ધનું નથી બંને દેશોએ વાતચીતથી આ મુદ્દે હલ કરવો જોઈએ

English summary
Jaishankar taunts Pakistan that a good neighbor should not create terror
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X