For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ ફાંસી આપતી વખતે કેદીના કાનમાં શું કહે છે જલ્લાદ, જાણો ફાંસીના નિયમો

હવે ફાંસીનો સમય નજીક આવી રહ્યો છે તો આવો જાણીએ છે ભારતમાં ફાંસીના શું નિયમ છે. ફાંસી આપતી વખતે ગુનેગારના કાનમાં શું કહે છે જલ્લાદ.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા ગેંગરેપના આરોપી વિનય શર્માને દિલ્લીની તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ પહેલા વિનય મંડોલી જેલમાં બંધ હતા. વિનયને તિહારમાં શિફ્ટ કરવા સાથે હવે લગભગ એ નક્કી માનવામાં આવી રહ્યુ છે ચારે આરોપીઓને જલ્દી ફાંસીના ફંદે લટકાવવામાં આવશે. બધા આરોપીઓની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે છે અને જેવી તેને ફગાવી દેશે અને ચારેને તિહાર જેલની ફાંસીની કોઠીમાં શિફ્ટ કરી દેવામાં આવશે. માહિતી મુજબ તિહારમાં દોષિતોને ફાંસી પર લટકાવવી તૈયારી શરૂ થઈ ચૂકી છે. જેલ પ્રશાસને તખ્ત તૈયાર કરીને ડમીની ટ્રાયલ કરી છે. નિર્ભયા કેસમાં કોર્ટે 'રેરેસ્ટ ઑફ ધ રેર' માન્યુ હતુ અને આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી. હવે ફાંસીનો સમય નજીક આવી રહ્યો છે તો આવો જાણીએ છે ભારતમાં ફાંસીના શું નિયમ છે. ફાંસી આપતી વખતે ગુનેગારના કાનમાં શું કહે છે જલ્લાદ.

આ નિયમોનુ પાલન કર્યા વિના ફાંસીની પ્રક્રિયા અધૂરી માનવામાં આવે છે

આ નિયમોનુ પાલન કર્યા વિના ફાંસીની પ્રક્રિયા અધૂરી માનવામાં આવે છે

કોઈને ફાંસી આપતી વખતે અમુક નિયમોનુ પાલન કરવુ જરૂરી હોય છે. જેના વિના ફાંસીની પ્રક્રિયા અધૂરી માનવામાં આવે છે. ફાંસીની સજા ફાઈનલ થયા બાદ ડેથ વોરન્ટની રાહ જોવાય છે. દયા અરજી ફગાવી દેવાયા બાદ આ વોરન્ટ ગમે ત્યારે આવી શકે છે. વોરન્ટમાં ફાંસીની તારીખ અને સમય લખેલો હોય છે. ડેથ વોરન્ટ જારી થયા બાદ કેદીને જણાવવામાં આવે છે કે તેને ફાંસી થવાની છે. ત્યારબાદ કેદીના પરિવારને ફાંસીના 10-15 દિવસ પહેલા સૂચના આપી દેવામાં આવે છે જેથી છેલ્લી વાર પરિવારના લોકો કેદીને મળી શકે. જેલમાં કેદીની પૂરી ચેકિંગ થાય છે. તેને બાકી કેદીઓથી અલગ સેલમાં રાખવામાં આવે છે.

છેલ્લા સમયમાં પાસે હોય છે જલ્લાદ, ગુનેગારના કાનમાં કહે છે આ વાત

છેલ્લા સમયમાં પાસે હોય છે જલ્લાદ, ગુનેગારના કાનમાં કહે છે આ વાત

આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઈએ કે ફાંસીના સમયે ગુનેગાર સાથે જલ્લાદ ઉપરાંત ત્રણ અધિકારી હોય છે જેમાં જેલ સુપ્રિટેન્ડન્ટ, મેડીકલ ઑફિસર અને મેજિસ્ટ્રેટ શામેલ છે. પરંતુ ફાંસીના ફંદા સુધી લઈ જવાનુ કામ જલ્લાદનુ છે અને મોતની પહેલા છેલ્લા સમયે તે ગુનેગાર પાસે હોય છે. તમને જણાવી દઈએ કે આ બધા નિયમ-કાયદા વચ્ચે સૌથી મોટુ અને સૌથી મુશ્કેલ કામ જલ્લાદનુ જ હોય છે. ફાંસી આપતા પહેલા જલ્લાદ ગુનેગારના કાનમાં કંઈક બોલે છે ત્યારબાદ તે ચબૂતરાથી જોડાયેલ લીવર ખેંચી દે છે. જો ગુનેગાર હિંદુ હોય તો જલ્લાદ તેના કાનમાં રામ રામ કહે છે અને જો મુસ્લિમ હોય તો સલામ. ત્યારબાદ તે કહે છે કે હું પોતાની ફરજ આગળ મજબૂર છું. હુ તમને સત્યની રાહ પર ચાલવાની કામના કરુ છુ.

આ પણ વાંચોઃ નિર્ભયા ગેંગરેપ કેસઃ દોષિતોને સજા આપવાની તૈયારી, તિહાર જેલમાં થઈ ફાંસીની ટ્રાયલઆ પણ વાંચોઃ નિર્ભયા ગેંગરેપ કેસઃ દોષિતોને સજા આપવાની તૈયારી, તિહાર જેલમાં થઈ ફાંસીની ટ્રાયલ

એટલા માટે પરોઢિયે આપવામાં આવે છે ફાંસી

એટલા માટે પરોઢિયે આપવામાં આવે છે ફાંસી

ફાંસી મોટેભાગે સૂર્યોદય સમયે આપવામાં આવે છે. આના ઘણા કારણ છે. જેમ કે ફાંસી બાદ ગુનેગારના મૃતદેહને દિવસના અજવાળામાં જ તેના ધર્મના રીત રિવાજ મુજબ તેનો અંતિમ સંસ્કાર થઈ શકે. પરિવારવાળા જો શબને સાથે લઈ જવા ઈચ્છે તો તેમને કારણ વિના મુશ્કેલી ન થાય. જો ફાંસી લગાવવા સમયે કદાચ આરોપીનુ મોત ન થઈ શકે અને તેના શ્વાસ ચાલતા રહે તો તેનુ જીવન બચાવવાની દરેક સંભવ કોશિશો તાત્કાલિક કરી શકાય. જો કે અત્યાર સુધી આવો કેસ સામે નથી આવ્યો. જ્યારે ફાંસી પર લટકાવવામાં આવેલ કોઈ ગુનેગારને જખ્મી હાલતમાં બચાવી શકાયો હોય. આ ઉપરાંત જે સૌથી ખાસ કારણ છે તે એ કે ગુનેગારને આખો દિવસ મોતની રાહ જોવી ના પડે.

નિર્ભયા કાંડથી હચમચી ગયો હતો આખો દેશ

નિર્ભયા કાંડથી હચમચી ગયો હતો આખો દેશ

ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બર, 2012ના રોજ દક્ષિણ દિલ્લીના મુરેકામાં એક પ્રાઈવેટ બસમાં પોતાના એક દોસ્ત સાથે ચડેલી 23 વર્ષની પેરા મેડીકલ છાત્રા સાથે એક સગીર સહિત છ લોકોએ ચાલતી બસમાં સામૂહિત દુષ્કર્મ અને લોખંડની રૉડથી કૂરતાપૂર્ણ આઘાત કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ પીડિતા અને તેના પુરુષ સાથીને ચાલતી બસમાંથી મહિપાલપુરમાં બસથી નીચે ફેંકી દીધા હતા. પીડિતાના ઈલાજ પહેલા સફદરગંજ હોસ્પિટમાં ચાલ્યો ત્યારબાદ તત્કાલીન શીલા દીક્ષિત સરકારે સારા ઈલાજ માટે તેને વિશેષ વિમાનથી સિંગાપોર મોકલી હતી જ્યાં ઘટનાના 13માં દિવસે તેણે દમ તોડી દીધો. છ આરોપીઓમાંથી એક સગીર હતો જે હવે છૂટી ગયો છે. વળી, મુખ્ય આરોપી રામ સિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

English summary
Jallad's last word in the prisoner's ear before hanging, Know the rule of Death Sentence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X