તમિલનાડુ વિધાનસભામાં જલ્લીકટ્ટુ બિલ સર્વસંમતિ સાથે પાસ

Written By:
Subscribe to Oneindia News

જલ્લીકટ્ટુને લઇને તમિલનાડુમાં થયેલી હિંસા વચ્ચે આજે તમિલનાડુ વિધાનસભામાં જલ્લીકટ્ટુનું બિલ સર્વસંમતિ સાથે પારિત થઇ ગયું છે. આ પછી જલ્લીકટ્ટુનું આયોજન રાજ્યમાં સ્થાયી રીતે થઇ શકશે. તમિલનાડુના મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમે વિધાનસભામાં આ બિલ રજ કર્યું હતું, જે સર્વસંમતિથી પાસ થયું છે. આ પહેલા કેન્દ્ર સરકારે પણ વટહુકમ બહાર પાડતાં સુપ્રીમ કોર્ટના જલ્લીકટ્ટુ પરના પ્રતિબંધને પૂરો કરી દીધો હતો. આમ છતાં પણ રાજ્યમાં પ્રદર્શન ચાલુ રહ્યાં હતા, કારણ કે પ્રદર્શનકર્તાઓ આ અંગે કાયમી સમાધાન ઇચ્છતાં હતા.

chennai fire

સોમવારે સવારે ભડકી હિંસા

જલ્લીકટ્ટુના સમર્થનમાં ચેન્નાઇના મરિન બીચ પર ચાલી રહેલું પ્રદર્શને આજે સવારે હિંસક રૂપ ધારણ કર્યું હતું. ભીડે પોલીસ અને પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો, તો બીજી બાજુ પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં લોકો મોટી સંખ્યામાં ઘાયલ થયા છે. પ્રદર્શનકર્તાઓની માંગ હતી કે જલ્લીકટ્ટુના આયોજન પર લગાવવામાં આવેલી દરેક પ્રકારની રોક ખસેડવામાં આવે, આ માટે જ ચેન્નાઇના મરિના બીચ પર છેલ્લા એક અઠવાડિયાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે સવારે પોલીસ આ પ્રદર્શનકર્તાઓને સોમવારે સવારે ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયત્નમાં પ્રદર્શનકર્તાઓ, જલ્લીકટ્ટુના સમર્થકો અને પ્રશાસન આમને-સામને થઇ ગયા હતા, જેને કારણે હિંસા ભડકી ઉઠી હતી.

jallikattu

ભીડને રફેદફે કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરતા ભીડ બેકાબૂ થઇ ગઇ હતી. પ્રદર્શનકર્તાઓએ પોલીસ સ્ટેશન પાસે મુકેલા વાહનોમાં આગ ચાંપી હતી અને પોલીસ પર પણ હુમલો કર્યો હતો. પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થર ફેંક્યા તો સામે પોલીસે લાઠીચાર્જ કરતા ટિયર ગેસ છોડ્યો હતો, પોલીસની આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ ઘાયલ થયા. જે પછી પ્રદર્શનકર્તાઓએ ગાડી અને બાઇકમાં આગ ચાંપી હતી. રાજ્યના ગણા અન્ય વિસ્તારોમાં પણ હિંસા થઇ હતી, જેમાં બે ડઝનથી વધુ વાહનો બાળી નાંખવામાં આવ્યા અને 22 થી 24 પોલીસ કર્મચારીઓ પથ્થર વાગવાને કારણે ઘાયલ થયા હતા. પોલીસે ઘણા પ્રદર્શનકર્તાઓને કસ્ટડીમાં લીધા હતા. રાજ્યમાં ઘણી જગ્યાઓએ પોલીસે કલમ 144 લાગુ કરી છે. બપોર સુધીમાં કેટલીક જગ્યાઓએ પરિસ્થિતિ કાબૂમાં લઇ લેવામાં આવી હતી, તો અમુક જગ્યાઓએ પ્રદર્શન ચાલુ રહ્યાં હતા.

કઇ રીતે લાગ્યો પ્રતિબંધ?

બળદને કાબૂ કરવાની આ જલ્લીકટ્ટુ રમત તમિલનાડુ અને દક્ષિણ ભારતના અમુક વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય છે. આ રમતમાં યુવકોએ બળદ પર કાબૂ કરવાનો હોય છે. આ રમત ઘણીવાર હિંસક રૂપ ધારણ કરી લે છે, જેમાં પહેલા તો બળદોને દારૂ પાઇને, આંખમાં મરચું નાંખીને કે પૂંછડી ખેંચીને ભડકાવવામાં આવે છે અને ત્યારબાદ જ્યારે બળદ ભડકીને દોડે ત્યારે યુવકોએ તેની પર ચઢીને તેને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવાનો રહે છે. આ રમતમાં ઘણી વાર સ્પર્ધકોનું મૃત્યુ થયું છે કે ગંભીર રીતે ઇજા પહોંચી છે, તો ઘણીવાર બળદોને પણ નુકસાન પહોંચ્યું છે.
આથી આ અંગે પેટા દ્વારા સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી હતી, કે આવી રમતોમાં પ્રાણીઓ સાથે ખૂબ ક્રૂરતાભર્યો વ્યવહાર કરવામાં આવે છે, જેને કારણે ઘણીવાર પ્રાણીઓનું પણ મૃત્યુ થઇ જાય છે. જે પછી સુપ્રિમ કોર્ટે વર્ષ 2014માં આ રમત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, હાલના પ્રદર્શન બાદ તમિલનાડુ સરકારે આગ્રહ પર કેન્દ્ર સરકારે એક વટહુકમને મંજૂરી આપી હતી, જેથી રાજ્યમાં જલ્લીકટ્ટુ રમતનું આયોજન થઇ શકે.

English summary
Jallikattu protests Violence breaks out in Chennai Sec 144 imposed in Allanganallur.
Please Wait while comments are loading...