જામિયા ફાયરિંગઃ પ્રિયંકા ગાંધી અને ચિદમ્બરમે પીએમ મોદીને પૂછ્યા મોટા સવાલ
નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસીના વિરોધમાં ગુરુવારના પ્રદર્શન દરમિયાન જે રીતે એક યુવકે પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી દીધી તે બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર આકરો હુમલો કર્યો છે. પી ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર હુમલો કરીને કહ્યુ કે આ બાબતે કોઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. અહીં સુધી કે દિલ્લી પોલિસના ચીફના કાર્યકાળને વધારી દેવામાં આવ્યો છે. પી ચિદમ્બરે એક ટ્વિટ કરીને સરકાર પર નિશાન સાધીને કહ્યુ કે જે દિવસે જામિયા ગોળીબારની ઘટના થઈ એ દિવસે દિલ્લી પોલિસના ચીફના કાર્યકાળને વધારી દેવામાં આવ્યો.

છેવટે કોણ થયુ સસ્પેન્ડ
પી ચિદમ્બરમે ટ્વિટ કરીને લખ્યુ કે આટલા પોલિસ ફોર્સ સામે દિલ્લીમાં ગોળી ચાલી અને એ દિવસે દિલ્લી પોલિસના ચીફનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો. આ ખૂબ જ અસંગત અને નિંદનીય છે. કોઈનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો પરંતુ કાલે બનેલી ઘટિયા ઘટના માટે કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પી ચિદમ્બરમ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હુમલાકોર પર સવાલ ઉઠાવતા કહ્યુ કે છેવટે તેને કોણે પૈસા આપ્યા. વળી, પ્રિયંકા ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર આ ઘટના માટે નિશાન સાધતા પૂછ્યુ કે શું પ્રધાનમંત્રી મોદી આ રીતની દિલ્લી ઈચ્છે છે.

શું આવી દિલ્લી ઈચ્છે છે પીએમ મોદી?
જામિયા ગોળીબારની ઘટના પર ટ્વિટ કરીને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે જ્યારે ભાજપ સરકારના મંત્રી અને નેતા લોકોને ગોળી મારવા માટે ઉશ્કેરશે, ભડકાઉ ભાષણો આપશે ત્યારે આ બધુ થવુ સંભવ છે. પ્રધાનમંત્રીએ જવાબ આપવો જોઈએ કે તે કેવી દિલ્લી બનાવવા ઈચ્છે છે? તે હિંસા સાથે ઉભા છે કે અહિંસા સાથે? તે વિકાસ સાથે ઉભા છે કે અરાજકતા સાથે?

ક્રાઈમ બ્રાંચ કરી રહી છે તપાસ
જામિયામાં થયેલી આ ફાયરિંગના કેસમાં દિલ્લી પોલિસની ક્રાઈમ બ્રાંચે સોંપી દેવામાં આવી છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના છાત્રો અને પૂર્વ છા6એ ન્યૂ પ્રેંડ કોલોની પોલિસ સ્ટેશને પહોંચીને ફાયરિંગ કરનાર સગીર વ્યક્તિ સામે કેસ નોંધવાની માંગ કરી. ત્યારબાદ પોલિસે કેસ નોંધી લીધો છે.

ધમકી આપીને મારી ગોળી
સીએએ વિરોધી પ્રદર્શનકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોરે પિસ્તોલ લહેરાવીને ધમકાવ્યા કે ‘આપુ છુ તને આઝાદી'. એક પ્રદર્શનકારીએ જણાવ્યુ કે તે નાગરિકતા સુધારા કાયદાના વિરોધી માર્ચનો વિરોધ કરી રહ્યા હતા. બાદમાં તેણે ‘જય શ્રીરામ'ના નારા લગાવ્યા અને ખુલ્લેઆમ ફાયરિંગ કરી દીધી. પોલિસના જણાવ્યા મુજબ ફાયરિંગ કરનાર ગોપાલ નામના આ યુવક જેવરનો રહેવાસી બતાવ્યો છે. તેના ફેસબુક પર ‘શાહીન બાગ ખેલ ખતમ અને ચંદનભાઈ આ તમારો બદલો છે જેવી પોસ્ટ છે. તેણે એક પોસ્ટમાં એ પણ લખ્યુ છે કે અંતિમ યાત્રામાં મને ભગવામાં લઈ જજો.'
આ પણ વાંચોઃ નાગરિકતા સુધારા કાયદો લાવીને સરકારે બાપૂની ઈચ્છા પૂરી કરીઃ રાષ્ટ્રપતિ કોવિંદ