જમ્મુ કાશ્મીર: LAC પર પાકિસ્તાનની ગોળીબારીમાં 3 જવાન શહિદ, જવાબી કાર્યવાહીમાં પાક.ના 12 જવાન
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગમાં જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ફાયરિંગ કરવામાં આવતા ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. શુક્રવારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ અને સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગમાં જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ફાયરિંગ કરવામાં આવતા ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. શુક્રવારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ અને સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં ઉરી સેક્ટરમાં બે અને ગુરેઝ સેક્ટરમાં એક જવાન શહીદ થયો હતો. શહીદ જવાનોમાં બીસીએફનો એક સબ ઈન્સ્પેક્ટર પણ છે. આ ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત પણ થયા છે. તે જ સમયે, ભારતીય સેનાના જવાબી ગોળીબારમાં 10 થી 12 પાક સૈન્યના જવાનોના મોત થયાના સમાચાર છે.

સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંદીપોરા જિલ્લામાં ગુરેઝ સેક્ટરના ઇઝમાર્ગમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બારામુલ્લાના ઉરી સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન તરફથી સામાન્ય લોકો અને વસાહતોને નિશાન બનાવતા ફાયરિંગ થયું હતું. બારામુલ્લાના એસડીએમ રિયાઝ અહમદ મલિકે કહ્યું છે કે ઉરી સેક્ટર પર પાક ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગને ભારત તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં ભારતે 10 થી 12 પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયા છે. પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના 3 સૈનિકો પણ છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ પાકિસ્તાને ઉરીથી ગુરેઝ સુધીના વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: ભાજપ ઉપાધ્યક્ષ બૈજયંત પાંડાની મુશ્કેલી વધી, ડ્રાઈવરના નામનો ઉપયોગ કરી દલિતોની જમીન પચાવી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
