જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી એક આતંકવાદી માર્યા ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી એક આતંકવાદી માર્યા ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અનંતનાગ દક્ષિણ કાશ્મીરમાં આવે છે અને બુધવારે વહેલી સવારે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે, અનંતનાગની સીમમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. હાલમાં આ અંગેની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.કશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર બંને તરફથી ભારે ફાયરિંગ ચાલી રહી છે.

Jammu and Kashmir

સુરક્ષાદળોને માહિતી મળી હતી જેમાં અહીં કેટલાક આતંકીઓ હોવાનું જણાવાયું છે. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ ઘ્વારા સુરક્ષાદળ પર ફાયરિંગ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત છે કે, સોમવારે એક પાકિસ્તાની નાગરિક સહિત બે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રાજસ્થાનથી સફરજન લઈ જતા ટ્રક ચાલકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો: આગામી યુદ્ધ આપણે સ્વદેશી હથિયારોથી જીતીશુંઃ સેના પ્રમુખ બિપિન રાવત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X