For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી યુદ્ધ આપણે સ્વદેશી હથિયારોથી જીતીશુંઃ સેના પ્રમુખ બિપિન રાવત

આગામી યુદ્ધ આપણે સ્વદેશી હથિયારોથી જીતીશુંઃ સેના પ્રમુખ બિપિન રાવત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે મંગળવારે ભવિષ્યા ખતરાને જોતા સેનાની તૈયારીઓ વિશે વાત કરી. ભારતીય રક્ષા અનુસંધાન સંગઠન ( ડીઆરડીઓ)ના એક કાર્યક્રમમાં બિપિન રાવતે જણાવ્યું કે અમે ભવિષ્યમાં ઉપયોગમાં થનાર હથિયાર વિશે વિચારી રહ્યા છીએ જેનાથી આગામી ખતરાથી નિપટી શકાય. સેના પ્રમુખે સાઈબર, સ્પેસ અને લેજર ટેક્નોલોજીના પ્રોત્સાહન પર જોર આપ્યું છે.

bipin rawat

મંગળવારે ડીઆરડીઓમાં થયેલ આ કાર્યક્રમમાં જનરલ રાવત અને નેવી પ્રમુખ ચીફ એડમિરલ કરમબીર સિંહ બંનેએ જ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાની વાત કહી. બિપિન રાવતે કહ્યું કે અમે સાઈબર, સ્પેસ, લેજર, ઈલેક્ટ્રોનિક અને રોબોટિક ટેક્નોલોજી પર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે હવે આવાં હથિયાર તૈયાર કરવાં પડશે જે ભવિષ્યમાં આવતા પડકારોનો સામનો કરી શકે. ડીઆરડીઓએ દેશ માટે કેટલાય એવા કામ કરયાં છે જેનાથી સેનાને ફાયદો થયો છે. તેમણે કહ્યું કે મને ભરોસો છે કે આપણે ભવિષ્યના પડકારોને સ્વદેશી હથિયારોના દમ પર જ જીતીશું.

નેવી પ્રમુખે આ સલાહ આપી

બિપિન રાવતથી અગાઉના નેવી પ્રમુખ ચીફ એડમિરલ કરમબીર સિંહે પણ આ કાર્યક્રમમાં કહ્યું કે આપણે ત્રણ મોર્ચે કામ કરવાની જરૂરત છે. તેમણે કહ્યું કે, આપણે ભવિષ્યમાં ઉપયોગમાં આવનાર ટેક્નોલોજીની તૈયારી અત્યારથી જ કરવી પડશે અને આપણે આજની ટેક્નોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવો પડશે. સાથે જ આપણે અમેરિકાથી સીખવાની જરૂરત છે કે તે કેવી રીતે આગળ વધી રહ્યું છે અને પોતાના પ્રોજેક્ટને કેવી રીતે પાર પાડે છે.

સાથે જ નેવી પ્રમુખે કહ્યું કે, ડીઆરડીઓએ નાના ઈનોવેશન કરવાં પડશે જે સેનાની મદદ માટે જલદી તૈયાર થઈ શકે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની જયંતિ પર ડીઆરડીઓની બિલ્ડિંગમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલ હાજર રહ્યા. તમામે એપીજે અબ્દુલ કલામની મૂર્તિ પર પુષ્પાંજલિ અર્પિત કરી.

સેના માટે તૈયાર મેક ઈન ઈન્ડિયા બુલેટ પ્રૂફ જેકેટ, એકે 47ની ગોળીઓ પણ થશે બેઅસરસેના માટે તૈયાર મેક ઈન ઈન્ડિયા બુલેટ પ્રૂફ જેકેટ, એકે 47ની ગોળીઓ પણ થશે બેઅસર

English summary
we will win upcoming wars using made in india weapons says bipin rawat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X