jammu and kashmir assembly election 2024: જમ્મુ કાશ્મીરના અંતિમ તબક્કામાં મતદાન, અમિત શાહે કરી ખાસ અપીલ
jammu and kashmir assembly election 2024: જમ્મુ કાશ્મીરમાં આજે અંતિમ તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. મતદાતાઓ આજે 40 બેઠક માટે મતદાન કરી રહ્યા છે. સવારે 7 કલાકથી મતદાન શરૂ થયું હતું.
આ દરમિયાન મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મતદાતાઓને ખાસ અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટર લખ્યું છે કે, આતંકવાદ, અલગતાવાદ, ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ સરકાર પસંદ કરો.
પોતાના ટ્વિટમાં અમિત શાહે લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીરને એવી સરકારની જરૂર છે, જે દૂરંદેશી હોય અને તે સ્થળની સુરક્ષા, શાંતિ અને સ્થિરતા માટે મજબૂત નિર્ણયો પણ લઈ શકે.

અમિત શાહે જણાવ્યું હતું કે, આજે છેલ્લા તબક્કામાં અહીં મતદાન કરનાર લોકોએ પોતાના મતની શક્તિથી એવી સરકાર બનાવવી જોઈએ, જે જમ્મુ-કાશ્મીરને આતંકવાદ, અલગતાવાદ, ભત્રીજાવાદ તેમજ ભ્રષ્ટાચારથી દૂર રાખે.
આ સાથે દરેક વર્ગના અધિકારોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ હોય. જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન, શિક્ષણ, રોજગાર અને સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક મત આપો.
ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણી વિશેષ મહત્વ ધરાવે છે. કારણ કે, તે એક દાયકામાં યોજાયેલી પ્રથમ અને ઓગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ કર્યા બાદ પ્રથમ ચૂંટણી છે, જેણે પ્રદેશને સ્વાયત્ત દરજ્જો આપ્યો હતો.
નોંધનીય બાબત છે કે, નેશનલ કોન્ફરન્સ (NC), કોંગ્રેસ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) સહિત વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો માટે બહુ-પક્ષીય સ્પર્ધા છે.
जम्मू-कश्मीर को एक ऐसी सरकार की जरूरत है, जो विजनरी भी हो और यहाँ की सुरक्षा, शांति व स्थिरता के लिए मजबूत निर्णय भी ले सके। आज यहाँ अंतिम चरण में मतदान करने वाली जनता अपनी वोट की शक्ति से एक ऐसी सरकार बनाएँ, जो जम्मू-कश्मीर को आतंकवाद, अलगाववाद, परिवारवाद और भ्रष्टाचार से दूर…
— Amit Shah (@AmitShah) October 1, 2024












Click it and Unblock the Notifications
