For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર બની શકે રાજ્ય, નિર્મલા સિતારમણે કહ્યું - વિચાર કરી રહી છે કેન્દ્ર સરકાર

જમ્મુ કાશ્મીરને બહુ જલ્દી રાજ્યનો દરજ્જો મળી શકે છે. આ અંગે વાત કરતા નાણાંમંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ અંગે વિચારણ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરને બહુ જલ્દી રાજ્યનો દરજ્જો મળી શકે છે. આ અંગે વાત કરતા નાણાંમંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ અંગે વિચારણ કરી રહી છે. આ દરમિયાન સિતારમણે 14મા નાણા આયોગની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને આપવામાં આવતા નાણ અંગે પણ જાણકારી આપી હતી.

PM મોદીએ 14મા નાણાં પંચની ભલામણને સ્વીકારી

PM મોદીએ 14મા નાણાં પંચની ભલામણને સ્વીકારી

સિતારમણે કેન્દ્ર-રાજ્ય સંબંધો પર વાત આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014-15માં 14મા નાણાં પંચની આ ભલામણનેખચકાટ વિના સ્વીકારી હતી. આ સાથે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કુલ ટેક્સ કલેક્શનનો 42 ટકા હિસ્સો નાણાંપંચ દ્વારા રાજ્યોને આપવામાં આવે છે.

રાજ્યોને 42 ટકા ફંડ મળે છે

સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર, નાણાં મંત્રી સિતારમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ નાણાં પંચના રિપોર્ટને સંપૂર્ણપણે સ્વીકાર્યો અને તેથી જ આજે રાજ્યોને 42 ટકા ફંડ મળે છે. જમ્મુ અને કાશ્મીરને 41 ટકા પૈસા મળે છે. કારણ કે, તે રાજ્ય નથી. આ સાથે એવી સંભાવના છે કે, ટૂંક સમયમાં તેનું રાજ્યત્વ પુનઃસ્થાપિત કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે

જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે

અત્રે નોંધપાત્ર છે કે, 5 સપ્ટેમ્બર, 2019ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી, ત્યારબાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આવા સમયે કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, યોગ્ય સમયે ચોક્કસપણે જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.

English summary
Jammu and Kashmir can become a state, Nirmala Sitharaman said - the central government is thinking
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X