For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jammu Kashmir: બારામૂલા અને રાજૌરીમાં અથડામણ ચાલુ, એક આતંકવાદી ઠાર

|
Google Oneindia Gujarati News

Jammu Kashmir encounters: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લામાં શનિવારે (06 મે) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ એન્કાઉન્ટર ચાલી રહ્યા છે. બારામુલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.

પીઆરઓ ડિફેન્સે કહ્યું છે કે હાલમાં પણ રાજૌરીના કાંડી જંગલમાં એન્કાઉન્ટર ચાલુ છે. બીજી તરફ, કાશ્મીર ઝોનની પોલીસે માહિતી આપી છે કે બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં શનિવારે સવારે એન્કાઉન્ટર શરૂ થયુ હતુ.

jammu kashmir

પોલીસ અને સુરક્ષા દળો કામ પર છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યુ, "બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. પોલીસ અને સુરક્ષા દળો કામ પર છે. વધુ વિગતો સમયસર આપવામાં આવશે."

યોગી સરકારના 6 વર્ષના કાર્યકાળમાં 184 કુખ્યાત ગુનેગારોનો ખાતમો, ગેંગસ્ટર અનિલ દુજાના પણ ઠાર મરાયોયોગી સરકારના 6 વર્ષના કાર્યકાળમાં 184 કુખ્યાત ગુનેગારોનો ખાતમો, ગેંગસ્ટર અનિલ દુજાના પણ ઠાર મરાયો

પીઆરઓ ડિફેન્સ જમ્મુએ કહ્યું કે આતંકવાદીઓ સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે. આ વિસ્તારમાં ઘણા આતંકવાદીઓ હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે રાજૌરીના કાંડી વિસ્તારમાં શુક્રવાર (05 મે)થી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરમાં પાંચ જવાન શહીદ થયા છે.

વાસ્તવમાં અગાઉ બે જવાન શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. પરંતુ બાદમાં ત્રણ ઘાયલ જવાનો હૉસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સંયુક્ત ઑપરેશનમાં કુલ પાંચ જવાન શહીદ થયા છે.

Gujarat Weather: રાજ્યમાં આ સ્થળોએ આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના, બે દિવસ પછી પારો જશે 40ને પારGujarat Weather: રાજ્યમાં આ સ્થળોએ આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના, બે દિવસ પછી પારો જશે 40ને પાર

એક સત્તાવાર રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના પૂંચમાં આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ખતમ કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઑપરેશન ચલાવી રહી છે. આર્મી ટ્રક પર હુમલો કરવામાં સામેલ આતંકવાદીઓના જૂથને ખતમ કરવા માટે સેના અને પોલીસ ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે.

અહેવાલ મુજબ, "રાજૌરી સેક્ટરના કાંડી જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. જેના પગલે 3 મેના રોજ સંયુક્ત ઑપરેશન શરૂ કરવામાં આવ્યુ હતુ. 5 મેના રોજ સવારે લગભગ 7:30 વાગે એક સર્ચ ટીમે આતંકવાદીઓનો સામનો કર્યો હતો. આતંકવાદીઓ એક ગુફામાં છુપાયેલા હતા.''

English summary
Jammu and Kashmir: Encounter between security forces and terrorist in Rajouri and Baramulla
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X