For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ આતંકી હુમલામાં 3 ભાજપ નેતાઓની હત્યાની પીએમ મોદીએ નિંદા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓની હત્યાની ટ્વિટ કરીને નિંદા કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ નેતાઓની હત્યાની ટ્વિટ કરીને નિંદા કરી છે. ગુરુવારે(29 ઓક્ટોબર) રાતે 8 વાગે ભાજપના ત્રણ નેતાઓ પર આતંકી હુમલાની સૂચના વી જેમાં ભાજપ યુવા મોરચાના મહાસચિવ ફિદા હુસેન સહિત ત્રણ નેતાઓના મોત થઈ ગયા. બે અન્યની ઓળખ ભાજપ નેતા ઉમર રશીદ બેગ અને ઉમર રમજાન હજમ તરીકે થઈ છે. આ આતંકી હુમલા માટે પોલિસ કેસ નોંધી લીધો છે અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાતે ટ્વિટ કરીને કહ્યુ, 'આપણા ત્રણ યુવા કાર્યકર્તાઓની હત્યાની હું નિંદા કરુ છુ. તે જમ્મુ અને કાશ્મીરમાં સારુ કામ કરી રહ્યા હતા. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.'

pmmodi

ભાજપ નેતાઓની હત્યા પર જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને લખ્યુ, દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાથી ભયાનક સમાચાર સામે આવ્યા છે. હું આતંકી હુમલાાં 3 ભાજપ કાર્યકર્તાઓની હત્યાની નિંદા કરુ છે. અલ્લાહ તેમને જન્નતમાં જગ્યા આપે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને તાકાત આપે. વળી, લેફ્ટનેન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કહ્યુ કે હિંસા કરનાર માનવતાના દુશ્મન છે અને આ રીતના કાયરતાપૂર્ણ કૃત્યોને ક્યારેય યોગ્ય ન ગણી શકાય. હું શોક સંતપ્ત પરિવારોને સરકાર તરફથી દરેક સંભવ મદદનુ આશ્વાસાન આપુ છુ.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા અમુક મહિનાઓથી ભાજપ નેતાઓની હત્યાના કેસ વધી ગયા છે. એક રિપોર્ટ મુજબ છેલ્લા 6 મહિનાાં 14 ભાજપ નેતાઓની હત્યા કરવામાં આવી છે. સપ્ટેમ્બરના મધ્યમાં કાશ્મીરના બડગામ જિલ્લામાં પણ ભાજપના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બડગામના બીડીસી અધ્યક્ષ અને સત્તારૂઢ ભાજપના સરપંચ ભૂપિન્દર સિંહને તેમના ઘરે ગોળી મારી દેવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપ નેતા સજ્જાદ અહેમદની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. વળી, ચાર ઓગસ્ટે કાજીગુંડના જ અખરાન વિસ્તારમાં ભાજપ સરપંચ આરિફ અહેમદની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. જુલાઈમાં જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓએ ભાજપ નેતા વસીમ બારીની હત્યા કરી હતી. ભાજપ નેતા વસીમ બારી સાથે તેમના પિતા અને ભાઈને પણ ગોળી વાગી હતી અને તેમના પણ મોત થઈ ગયા હતા.

કોરોનાની દવાને લઈ SCનું આકરું વલણ, કેન્દ્રને નોટિસ પાઠવીકોરોનાની દવાને લઈ SCનું આકરું વલણ, કેન્દ્રને નોટિસ પાઠવી

English summary
Jammu and Kashmir: PM Modi condemns killing Of 3 BJP workers in Kulgam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X