જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરઃ અનંતનાગમાં અથડામણ, હિજબુલના 4 આતંકવાદી ઠાર મરાયા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંનાગ અને કુલગામમાં સેનાએ અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે. બધા જ આતંકી હિજબુલ અને લશ્કર સંગઠનના છે. અથડામણ બાદ સેનાએ આ સેક્ટરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. હાલ, અથડામણ બાદ સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

આતંકવાદીઓ સાથે અથડામણ

આતંકવાદીઓ સાથે અથડામણ

અથડામણમાં એક હિજબુલનો કમાંડર તારીક અહમદ ઠાર મરાયો છે. આ ઉપરાંત બાકી ત્રણ લશ્કરના આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા. અનંતનાગમાં થયેલ આ અથડામણ બાદ અનંતનાગ અને કુલગામમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જાણકારી મુજબ સુરક્ષાબળોને અનંતનાગ સ્થિત વટરીગામમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાના અહેવાલ મળ્યા હતા.

ચાર આતંકવાદીઓ ઠાર

ચાર આતંકવાદીઓ ઠાર

ગુપ્તચર જાણકારીના આધારે હવે સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરવાની કોશિશ કરી તો એક ઘરમાં છૂપાયેલ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘણા સમય સુધી ચાલેલ આ ફાયરિંગમાં ચાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજી પણ એક આતંકવાદી અહીં ક્યાંક છૂપાયેલો છે.

હજી એક આતંકવાદી છૂપાયો છે

હજી એક આતંકવાદી છૂપાયો છે

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા જ શોપિયાં સેક્ટરમાં અથડામણ દરમિયાન સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મૃત આતંકવાદીઓની ઓળખ કુલગામ નિવાસી શબ્બીર અહમદ મલિક ઉર્ફ અબૂ માવિયા તથા વદીના મેલોહરા નિવાસી અમીર અહમદ ડાર તરીકે થઈ હતી. પાકિસ્તાનમાં પ્રશિક્ષિત આતંકવાદી મલિક દક્ષિણ કાશ્મીરમાં વિવિધ આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X