For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરઃ ડોડામાં મિની બસ ખીણમાં ખાબકી, 8ના મોત, PM મોદીએ કરી વળતરની ઘોષણા

જમ્મુ કાશ્મીરના ડોડામાં મોટી દૂર્ઘટના બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ડોડામાં મોટી દૂર્ઘટના બની ગઈ છે. થાથરીથી ડોડા જઈ રહેલી મિની બસ ખીણમાં પડવાથી 8 લોકોના મોત થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દૂર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યુ કે જમ્મુ કાશ્મીરના ડોડામાં થાથરી પાસે એક દૂર્ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. મે ડોડાના જિલ્લા કલેક્ટર વિકાસ શર્મા સાથે વાત કરી છે. ઘાયલોને જીએમસી ડોડા ખસેડવામાં આવી રહ્યા છે. જે પ્રકારની મદદની જરૂર પડશે અમે ઉપલબ્ધ કરાવીશુ.

jammu

જમ્મુ કાશ્મીરના ડોડામાં આજે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના બની છે. ગુરુવારે સવારે જમ્મુના થાથરી-ડોડા રોડ પર સુઈ ગ્વારી ખાતે એક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થવાની આશંકા છે. માહિતી મુજબ ડોડો નજીક એક મિની બસ ખાડીમાં પડી જતા આ અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ એક મિની બસ થાથરીથી ડોડા જઈ રહી હતી ત્યારે સુઈ ગ્વારીમાં ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ ચિનાબ નદીના કિનારે ઉંડી ખીણમાં ખાબકી. સૂત્રો મુજબ 8 મુસાફરોના મોત થયા જ્યારે દસથી બાર લોકોના ઘાયલ થવાની આશંકા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યુ કે PMNRF તરફથી મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે જ્યારે ઘાયલોને 50000 રૂપિયાની સહાય કરવામાં આવશે.

English summary
Jammu & Kashmir: 8 people have lost their lives in a road accident near Thatri in Doda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X