For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jammu Kashmir DDC Election Results: DDC ચૂંટણી મતગણતરી આજે, 20 નેતાઓ કસ્ટડીમાં

જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ 8 તબક્કામાં થયેલા જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીની મતગણતરી આજે થવાની છે. મતગણતરી સવારે 9 વાગે શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

Jammu Kashmir DDC Election Results 2020 Update News: જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ 8 તબક્કામાં થયેલા જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણી(DDC Election)ની મતગણતરી આજે એટલે કે મંગળવારે (22 ડિસેમ્બર) થવાની છે. મતગણતરી સવારે 9 વાગે શરૂ થશે. ચૂંટણી પંચે આના માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. પારદર્શિતા જાળવી રાખવા માટે મતગણતરીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. આઠ તબક્કામાં થયેલ ચૂંટણી, 28 નવેમ્બરે શરૂ થઈ અને 19 ડિસેમ્બરે ખતમ થઈ હતી. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યુ કે 280 ડીડીસી સીટો માટે 450થી વધુ મહિલાઓ સહિત કુલ 4,181 ઉમેદવારો મેદાનમાં હતા.

jammu election

રાજ્ય ચૂંટણી કમિશ્નર કે કે શર્માએ પીટીઆઈ - ભાષાને રવિવારે જણાવ્યુ કે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓ અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી છે. તેમણે કહ્યુ, રિટર્નિંગ અધિકારી પ્રત્યેક ડીડીસી ચૂંટણી વિસ્તાર માટે મતગણતરી પ્રક્રિયાના પ્રભારી હશે. સમગ્ર મતગણતરી અભ્યાસ પર નજર રાખવામાં આવશે અને પૂરી પારદર્શિતા મેળવવા માટે વીડિયો રેકૉર્ડ કરવામાં આવશે.

મતગણતરી પહેલા 20 નેતાઓને લેવામાં આવ્યા કસ્ટડીમાં

મતગણતરીના એક દિવસ પહેલા સોમવાર(21 ડિસેમ્બર) અધિકારીઓએ સાવચેતી રૂપે 20 નેતાઓને કસ્ટડીમાં લીધા. કસ્ટડીમાં લેવામાં આવેલા નેતાઓમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ વરિષ્ઠ પદાધિકારી પણ શામેલ છે. પીડીપીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પોતાની પાર્ટી નેતાઓને કસ્ટડીમાં લેવા પર પીએમ મોદી સરકારની ટીકા કરી છે. તેમણે આને ગુંડારાજ ગણાવ્યુ છે. મહેબૂબા મુફ્તીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ આ રીતે ચૂંટણી પરિણામો સાથે છેડછાડ કરી શકે છે.

ભારતમાં હજુ સુધી નથી મળ્યો કોરોના વાયરસનો નવો સ્ટ્રેનઃ AIIMSભારતમાં હજુ સુધી નથી મળ્યો કોરોના વાયરસનો નવો સ્ટ્રેનઃ AIIMS

English summary
jammu kashmir ddc elections results 2020 today, 20 leaders in custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X