જમ્મુ કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 6 આતંકી ઠાર
દક્ષિણ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જાણકારી મુજબ આ અથડામણમાં અત્યાર સુધીમાં છ આતંકી ઠાર મરાયા છે.
દક્ષિણ કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જાણકારી મુજબ આ અથડામણમાં અત્યાર સુધીમાં છ આતંકી ઠાર મરાયા છે. આ બધા આતંકી ઝાકિર મૂસાના સંગઠન અંસાર ગજવાત-ઉલ-હિંદ સાથે જોડાયેલા છે. આ પહેલા કૂપવાડાના એલઓસી પર પાકિસ્તાન તરફથી થયેલા સીઝફાયરમાં સેનાના બે જેસીઓ રેંક સૈનિક શહીદ થઈ ગયા છે.

ઈન્ટરનેટ સેવા બંધ
હાલમાં આ વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યુ છે અને અહીં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. સેનાની 42 રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફની 180 બટાલિયન સાથે જમ્મુ કાશ્મીર પોલિસની જોઈન્ટ ટીમે ત્રાલના અરમપોરામાં કાસો લોન્ચ કર્યુ હતુ. ત્યારબાદ આતંકીઓ તરફથી ફાયરિંગ થઈ અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયુ. 15 ડિસેમ્બર પુલવામામાં જ સિરનૂ ગામમાં એન્કાઉન્ટર થયુ હતુ. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થઈ ગયો હતો.
આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા અને આ આતંકીઓમાં ટોરિટોરિયલ આર્મીનો પૂર્વ જવાન જહૂર ઠાકુર પણ માર્યો ગયો હતો. જહૂરે આ વર્ષે જુલાઈમાં હિઝબુલ મુજાહિદ્દીન જોઈન્ટ કર્યુ હતુ. સિરનૂ ગામમાં થયેલા એન્કાઉન્ટર બાદ સુરક્ષાબળો અને નાગરિકો વચ્ચે ઝડપ થઈ. આ ઝડપમાં ભીડને કાબુમાં કરવા માટે સુરક્ષાબળોને એક્શન લેવી પડી જેમાં સાત નાગરિકોના મોત નીપજ્યા હતા.












Click it and Unblock the Notifications
