જમ્મૂ-કાશ્મીરઃ પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે સોમવારે સવારથી જ અથડામણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુલવામાના દ્રાવગામમાં સુરક્ષા બળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે.

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે સોમવારે સવારથી જ અથડામણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પુલવામાના દ્રાવગામમાં સુરક્ષા બળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. આમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક મોટા આતંકી સહિત ત્રણ અન્ય આતંકવાદીઓને સુરક્ષા બળો દ્વારા ઘેરવાના સમાચાર છે. પુલવામામાં સવારથી ચાલી રહેલ સર્ચ ઓપરેશનમાં સુરક્ષા બળોના જવાન, જમ્મૂ કાશ્મીર પોલિસના એસજીઓ અને સીઆરપીએફએ મળીને જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યુ છે. આ ઓપરેશનમાં સુરક્ષા બળના 2 જવાન પણ ઘાયલ થયા છે.

pulwama

પુલવામાંના દ્રાવગામમાં છૂપાયેલા આતંકવાદીઓ સુરક્ષા બળો પર ઓપન ફાયરીંગ કરી રહ્યા છે. સિક્યોરિટી ફોર્સે સર્ચ ઓપરેશન તરફથી આવનાર બધા રસ્તા બ્લોક કરી દીધા છે. વળી, આતંકવાદીઓ સાથે હજુ સુધી કોન્ટેક્ટ થઈ શક્યો નથી. પુલવામામાં સુરક્ષાબળો પર પત્થરમારો પણ થયો.

આ કારણે પુલવામાં જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પુલવામાંના ત્રાલમાં ગયા અઠવાડિયે આતંકવાદીઓ સાથે થયેલા એનકાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા જેમાં એક જૈશનો કમાન્ડર મુફ્તી યાસીર પણ શામેલ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X