For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહના પ્રવાસના કારણે લશ્કરે ઉધમપુરમાં બનાવી હતી બૉમ્બ વિસ્ફોટની યોજના, પોલીસનો મોટો ખુલાસો

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં હાલમાં થયેલા બે બૉમ્બ વિસ્ફોટ પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાઈ પ્રોફાઈલ યાત્રા પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં પાકિસ્તાન સ્થિતત લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠને યોજના હેઠળ બૉમ્બ વિસ્ફોટ કરાવ્યા તેની પાછળ તેમનો હેતુ આ જણાવવાનો હતો કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં બધુ ઠીક નથી તેમ ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યુ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં હાલમાં થયેલા બે બૉમ્બ વિસ્ફોટ પાછળ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ હતો.

j&k

ડીજીપીએ વધુમાં જણાવ્યુ કે ત્રણ દિવસની અંદર આ કેસમાં આતંકવાદીની ધરપકડ સાથે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલ આતંકવાદી પાસે વધુ પાંચ તાત્કાલિક વિસ્ફોટ ડિવાઈસ(આઈઈડી) હતા જેમાં ત્રણ રેડી-ટુ-યુઝ સ્ટિકી બૉમ્બ સામેલ હતા. પોલીસે જણાવ્યુ કે આરોપીની ઓળક મોહમ્મદ અસલમ શેખ તરીકે થઈ છે. જેણે કબૂલ્યુ કે તેણે પોતાના પાકિસ્તાની હેન્ડલર મોહમ્મદ અમીન ભટ ઉર્ફે ખુબૈબના નિર્દેશ પર 28 સપ્ટેમ્બરે બપોરે લગભગ 3 વાગે ઉધમપુરના બસ સ્ટેન્ડ રામનગરમાં બંને બસોમાં આઈઈડી બૉમ્બ બ્લાસ્ટ માટે રાખ્યા હતા.

ડીજીપીએ ઉમેર્યુ કે, નિશ્ચિત રીતે પાકિસ્તાન અને તેમની એજન્સીઓ એ સુનિશ્ચિ કરી રહી છે ઘાટીમાં કોઈ પણ રીતે શાંતિ ના સ્થપાય. તે ઈચ્છે છે કે અહીં અશાંતિ જળવાઈ રહે. હવે વસ્તુએ સારી થઈ રહી છે અને રોજ સુદારો થઈ રહ્યો છે. આ તેમનાથી સહન નથી થતુ.
ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ કે સુરક્ષા બળોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકોનુ સમર્થન મળી રહ્યુ છે અને વિસ્તારમાં સુરક્ષા પરિદ્રશ્ય ચાર વર્ષ પહેલાની સરખામણીમાં ઘણુ સારી છે.

ડીજીપીએ કહ્યુ કે એટલા માટે વીઆઈપીની યાત્રા કે આવી કોઈ પણ ગતિવિધિ જેનાથી લાગે કે ઘાટીમાં બધુ ઠીક અને સકારાત્મ છે, સીમા પાર આતંકવાદી આ જોઈ નથી શકતા. સીમા પાર આતંકવાદી અને તેમના આકાઓ એ બતાવવાની કોશિશ કરે છે કે અહીં બધુ ઠીક નથી. હજુ પણ આતંકવાદી બચ્યા છે અને અમારુ અભિયાન ચાલુ છે અને અમે તેમને જલ્દી પકડી લઈશુ.

English summary
Jammu Kashmir: Lashkar-e-Taiba planned blasts in Udhampur with an eye on Amit Shah visit said police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X