For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની જલ્દી મુક્તિની પ્રાર્થના કરુ છુ'

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35એને ખતમ કરાયા બાદથી પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરબંધ છે. રાજનાથ સિંહે આ લોકોની જલ્દી મુક્તિની કામના કરુ છુ.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35એને ખતમ કરાયા બાદથી પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી નજરબંધ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ લોકોની જલ્દી મુક્તિની કામના કરી છે. રાજનાથ સિંહે કહ્યુ કે હું પ્રાર્થના કરુ છે કે આ લોકોને જલ્દી નજરબંધીથી મુક્ત કરવામાં આવશે અને આ લોકો જમ્મુ કાશ્મીરના સ્થિતિ સુધારવામાં પોતાની ભૂમિકા નિભાવશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં ડઝનેક નેતાઓ નજરબંધ કરી દેવામાં આવ્યા હતા.

નજરબંધ છે

નજરબંધ છે

જો કે મોટાભાગના નેતાઓને મુક્ત કરી દેવામાં આવ્યા હતા પરંતુ ત્રણે પૂર્વ મુખ્યમંત્રીઓને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી. ફારુક અબ્દુલ્લાને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નજરબંદ કરી દેવામાં આવ્યા હતા. વળી, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને પણ હાલમાં જ પીએસએ હેઠળ નજરબંધ કરવામાં આવ્યા છે. સરકારનુ કહેવુ છે કે આ લોકોના ભડકાઉ ભાષણના કારણે તેમને નજરબંધ કરવામાં આવ્યા છે. આ લોકોએ આર્ટિકલ 370ને ખતમ કરાતા પહેલા ભડકાઉ નિવેદન આપ્યા હતા.

સરકારે કર્યુ સમર્થન

સરકારે કર્યુ સમર્થન

આઈએનએસને આપેલા ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે કહ્યુ કે કાશ્મીરમાં શાંતિ છે. સ્થિતિ ઝડપથી સારી થઈ રહી છે. મને આશા છે કે જલ્દી સ્થિતિ સારી થવા સાથે આ નેતાઓને પણ મુક્ત કરવામાં આવશે. સરકારે કોઈનુ પણ શોષણ કર્યુ નથી. સરકારના નિર્ણયનો બચાવ કરતા રાજનાથ સિંહે કહ્યુ કે અમુક પગલાં કાશ્મીરના હિતને જોતા ઉઠાવવામાં આવ્યા છે. દરેકે તેનુ સ્વાગત કરવુ જોઈએ. હું પણ પ્રાર્થના કરુ છુ કે આ લોકો જલ્દી બહાર આવે અને કાશ્મીરની સ્થિતિ સુધારવામાં પોતાનુ યોગદાન આપે.

દીકરીએ કર્યો હુમલો

દીકરીએ કર્યો હુમલો

તમને જણાવી દઈએ કે આ પહેલા મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તિજા મુફ્તીએ કહ્યુ હતુ કે હું પીએમ મોદીનુ સમ્માન કરુ છુ પરંતુ તેમના નિર્ણયોના કારણે એ પૂછવુ જ પડે છે કે તેમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે અથવા તે જાણીજોઈને દેશને ગુમરાહ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત કાશ્મીર પર નિવેદન આપી રહ્યા છે કે ત્યાં બધુ ઠીક છે. હું કહુ છુ કે અમિત શાહ ત્યાં જાય અને ખુદ જુએ. ઈલ્તિજાએ કહ્યુ કે આજે કાશ્મીરના લોકો મહેબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા જેવા સ્થાનિક નેતાઓથી નારાજ છે પરંતુ તે કેન્દ્ર સરકારથી બહુ વધુ નારાજ છે.

આ પણ વાંચોઃ ગુજરાતના વડોદરામાં મોટો માર્ગ અકસ્માત, 11ના મોત, ઘણા ઘાયલઆ પણ વાંચોઃ ગુજરાતના વડોદરામાં મોટો માર્ગ અકસ્માત, 11ના મોત, ઘણા ઘાયલ

English summary
Jammu Kashmir: Rajnath Singh says I Pray for early release of Mehbooba Mufi and Abdullahs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X