હૈદર ફિલ્મમાં શાહિદ સાથે જોવા મળેલ કાશ્મીરી યુવાન બન્યો આતંકી, એન્કાઉન્ટરમાં ઠાર
વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હૈદર' માં શાહિદ કપૂર સાથે જોવા મળેલો સાકિબ અલી સેના સાથેની અથડામણમાં ઠાર મરાયો.
નવ ડિસેમ્બરે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના બહારની વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આ આતંકવાદીઓમાં એક બોલિવુડમાં કામ કરી ચૂકેલ એક્ટર હતો તો એક ધોરણ નવમાં ભણતો કિશોર. વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'હૈદર' માં શાહિદ કપૂર સાથે જોવા મળેલો સાકિબ અલી મુખ્યધારાથી હટીને આતંકવાદ સાથે જોડાઈ ગયો હતો. રવિવારે બાંદીપોરના હાજિનમાં સુરક્ષાબળોની અથડામણ થઈ હતી. આ અથડામણમાં જે આતંકવાદી માર્યા ગયા હતા તેમની ઓળખ લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓ તરીકે થઈ હતી. આ અથડામણ લગભગ 18 કલાક સુધી ચાલી હતી.

માએ દીકરા માટે ખરીદ્યુ હતુ તાવીજ
જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી મળેલી માહિતી મુજબ સાકિબ અને નવમાં ધોરણમાં ભણતો છાત્ર 31 ઓગસ્ટે ઘરેથી ગાયબ થઈ ગયા હતા. થિયેટર આર્ટિસ્ટ બિલાલના પરિવારવાળાને જ્યાં સુધી ખબર પડતી કે તેમનો પુત્ર આતંકવાદી બની ગયો છે ત્યાં સુધી તો ઘણુ મોડુ થઈ ચૂક્યુ હતુ. બિલાલના પરિવારે પોતાના લાડલાને ઘરે પાછો બોલાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. માએ પોતાના પુત્રની સલામતી માટે એક મૌલવી પાસે તાવીજ બનાવડાવ્યુ હતુ. પરંતુ કંઈ પણ કામ ન લાગ્યુ. બિલાલના મામએ મીડિયા સાથે વાત કરી અને જણાવ્યુ કે લગભગ એક મહિનાથી વધુ સમય સુધી તેમણે દરેક જગ્યાએ ઘરના ચિરાગને શોધ્યો પરંતુ તેની કંઈ જાણ થઈ નહિ.

10માં ધોરણમાં 3 વિષયમાં હતા ડિસ્ટીંક્શન
બિલાલને એન્જિનિયરીંગનો શોખ હતો અને પરિવારને આજ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેણે કેમ આતંકવાદનો રસ્તો પસંદ કર્યો. બિલાલ ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તે ગ્રોસરીનો સામાન લેવા જઈ રહ્યો છે. લોકોએ તેને બાઈક પર બીજા બે લોકો સાથે જતા જોયો હતો. બિલાલે 10માં ધોરણની પરીક્ષા પાસ કરી લીધી હતી અને તેને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ગણિતમાં ડિસ્ટિંક્શન માર્ક્સ મળ્યા હતા. તે 11માં ધોરણનો છાત્ર હતો અને ફૂટબોલનો દીવાનો હતો. આ ઉપરાંત બિલાલને તાઈક્વાંડો અને કબડ્ડીની રમતનો પણ શોખ હતો. બિલાલ એક સંપન્ન પરિવારમાંથી આવતો હતો જ્યારે તેની સાથે ગાયબ થયેલો બીજો છોકરો ગરીબ ઘરમાંથી આવતો હતો.

થિયેટરનો પણ ઉત્કૃષ્ટ કલાકાર હતો બિલાલ
બિલાલના પરિવારની માનીએ તો એક્ટિંગના શોખીન બિલાલે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘હૈદર'માં નાનો રોલ પણ કર્યો હતો. તે વખતે તે છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ‘હૈદર' ફિલ્મમાં બિલાલ બે સીનમાં જોવા મળ્યો હતો. એક સીનમાં તે એકદમ ચોકલેટી બોયની જેમ હતો તો એક સીનમાં તેણે બસમાં થનાર એક હુમલાને નિષ્ફળ કરવાનો શૉટ આપ્યોહતો. બિલાલને થિયેટરનો પણ શોખ હતો. ‘હૈદર' પહેલા તેણે એક સ્ટેજ શો પણ કર્યો અને તેનું નામ હતુ ‘વેથ ચી યાહી' એટલે કે ‘આ એક નદી છે'. આમાં બિલાલ મેઈન લીડમાં હતો અને તેને એવોર્ડ પણ મળ્યો હતો. બિલાલ પોતાના આ સ્ટેડ શોનું પર્ફોર્મન્સ આપવા માટે ઓડિશા પણ ગયો હતો.

અજાણતા મળી પુત્રના આતંકવાદી હોવાની જાણકારી
બિલાલના પરિવારવાળાને ખબર પણ ના પડત કે તેમનો પુત્ર એનકાઉન્ટરમાં માર્યો ગયો જો લોકો એનકાઉન્ટરવાળ જગ્યાએ જોવા ના જાત. બંને યુવકોના મોત બાદ કાશ્મીર ઘાટીમાં ગુસ્સો અને દુઃખની સ્થિતિ છે. અહીં લોકો માત્ર આતંકી સંગઠનોથી જ નહિ પરંતુ સુરક્ષાબળોથી પણ નારાજ છે. તેમનું કહેવુ છે કે સુરક્ષાબળોએ કિશોર અને સગીરોને એનકાઉન્ટરમાં ન મારવા જોઈએ.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
