For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંદવાદી હુમલો, એક મહિલા સહિત 6 ઘાયલ

જમ્મુ કાશ્મીરના બાંદીપોરાથી એક મોટા હુમલાના સમાચાર આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના બાંદીપોરાથી એક મોટા હુમલાના સમાચાર આવી રહ્યા છે. આતંકવાદીઓએ બાંદીપોરાના સુંબલ બ્રીજ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે જેમાં લગભગ 6 નાગરિક ઘાયલ થઈ ગયા છે. જમ્મુ કાશ્મીર પોલિસના જણાવ્યા મુજબ ગ્રેનેડ હુમલા સુંબલ બ્રીજ વિસ્તારમાં સૂમો ટેક્સી સ્ટેન્ડ પર કરવામાં આવ્યો. વળી, જણાવવામાં આવી રહ્યુ છે કે આ હુમલા બાદ વિસ્તારમાં વધુ એક ધમાકાનો અવાજ પણ સંભળાયો છે. ઘટનાની સૂચના મળતા જ પોલિસ અને સુરક્ષાબળોના જવાન ઘટના સ્થળે પહોંચી ગયા અને વિસ્તારને ઘેરીને સર્ચ કરવામાં આવી રહી છે. બધા ઘાયલ નાગરિકોને ઈલાજ માટે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

jammu

જમ્મુ કાશ્મીર પોલિસે આ હુમલા બાદ એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે ઘાયલોમાથી બેની હાલત ગંભીર છે જેને ઈલાજ માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા છે. વળી, જણાવવામાં આવી રહ્યુ છે કે આતંદવાદીઓના નિશાના પર સેનાનો કાફલો હતો. પોલિસે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, 'સેનાના કાફલાની મૂવમેન્ટ પહેલા એક ધમાકો થયો જેમાં એક મહિલા સહિત 6 લોકો ઘાયલ થઈ ગયા. આમાંથી બેને ઈલાજ માટે શ્રીનગરના એસએમએચએસ મોકલવામાં આવ્યા છે જ્યારે ચારનો ઈલાજ સુંબલમાં જ ચાલી રહ્યો છે. ધમાકા બાદ પોલિસ અને સુરક્ષાબળોની સર્ચ અભિયાન શરૂ કરી દીધુ છે.'

પોલિસે જાહેર કર્યા ઘાયલોના નામ

પોલિસે જણાવ્યુ કે હુમલામાં જે લોકો ઘાયલ થયા છે, તેમના નામ મોહમ્મદ અલ્તાફ, ફેસલ ફૈયાઝ, મુશ્તાક, તસ્લીમા બાનો, અબુ હમીદ અને ફૈયાઝ અહેમદ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. એવામાં આ આતંકવાદી હુમલાએ સુરક્ષાબળોની ચિંતાઓ વધારી દીધી છે. આ પહેલા મંગળવારે સવારે ગૃહમંત્રી અમિત શાહે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપી. અમિત શાહ સોમવારે સાંજે જ પુલવામાના સીઆરપીએફ કેમ્પ પહોંચ્યા હતા અને અહીં જ જવાનો સાથે ડીનર લીધુ હતુ.

English summary
Jammu Kashmir: Terrorists Lobbed Grenade In Sumbal Bridge Area Of Bandipora
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X