જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ દેખાયા શંકાસ્પદ ડ્રોન
એક પછી એક સતત શંકાસ્પદ ડ્રોને ઘાટીમાં સુરક્ષાકર્મીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. એક વાર ફરીથી ગઈ રાતે સાંબામાં શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિઓ ઘટવાનુ નામ નથી લઈ રહી. એક પછી એક સતત શંકાસ્પદ ડ્રોને ઘાટીમાં સુરક્ષાકર્મીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. એક વાર ફરીથી ગઈ રાતે સાંબામાં શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી છે. સાંબાના એસએસપી રાજેશ શર્માએ જણાવ્યુ કે સાંબા જિલ્લાના ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં મોડી રાતે શંકાસ્પદ ડ્રોનની ગતિવિધિઓ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણી વાર વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન જોવા મળી ચૂક્યા છે. જો કે સુરક્ષાકર્મીઓની સતર્કતાના કારણે કોઈ મોટી દૂર્ઘટના હજુ સુધી થઈ નથી.

વળી, આ બાબતે બૉર્ડર સિક્યોરિટી ફોર્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમુક અજ્ઞાત લાઈટ્સ સાંબા સેક્ટરની આંતરરાષ્ટ્રીય બૉર્ડર પાસે આકાશમાં જોવા મળી છે. આના પર ફાયરિંગ પણ કરવામાં આવ્યુ ત્યારબાદ તે આ લાઈટ ગાયબ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના ડીજીબી દિલબાગ સિંહે રવિવારે જણાવ્યુ હતુ કે સીમા પારથી પાકિસ્તાન ઘાટીમાં આતંકીઓને ડ્રોન દ્વારા હથઇયાર અને દારૂગોળો પહોંચાડવામાં આવી રહ્યો છે.
23 જુલાઈએ એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યા બાદ ડીજીપીએ જણાવ્યુ હતુ કે ડ્રોન સાથે સુરક્ષાબળોને સીલ પેક આઈઈડી પણ મળ્યુ હતુ. આ આઈઈડીનો ઉપયોગ જમ્મુના એક ભીડવાળા વિસ્તારમાં કરવાનો હતો. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે પાકિસ્તાન હવે અલગ-અલગ આતંકી સંગઠનોને સપ્લાઈ લાઈન જાળવી રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાની સરકારી એજન્સીઓએ આતંકવાદી સંગઠનોની દારૂગોળાની માંગને પૂરી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનુ શરૂ કરી દીધુ છે.












Click it and Unblock the Notifications
