જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણમાં એક જીસીઓ સહિત 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે.
જમ્મુઃ જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. રાજૌરી સેક્ટરની પીર પંજાબ રેન્જમાં આતંકીઓ સામે ચાલી રહેલ એક ઑપરેશનમાં પાંચ સૈનિક શહીદ થઈ ગયા છે. શહીદ જવાનોમાં એક જૂનિયર કમિશન અધિકારી પણ શામેલ છે. હાલમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે અને સુરક્ષાબળોએ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધુ છે.

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ સંરક્ષણ વિભાગ સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યુ કે સોમવારે સવારે સુરનકોટમાં ડીકેજી પાસે એક ગામમાં આતંકવાદીઓના છૂપાયા હોવાના ખુફિયા ઈનપુટમળ્યા બાદ સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. આ દરમિયાન આતંકીઓએ સેનાની ટીમ પર ફાયરિંગ કર્યુ જેમાંએક જેસીઓ અને ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
ત્યારબાદ સેનાએ અધિકૃત નિવેદન જાહેર કરીને કહ્યુ કે ઘાયલ પાંચે જવાનોના ઈલાજ માટે નજીકની હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં પાંચેએ દમ તોડી દીધો. અધિકારીઓએ જણાવ્યુ કે ખુફિયા સૂચના મળી છે કે એલઓસીને પાર અમુક આતંકીઓ ભારે દારૂગોળા સાથે ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે અને ચમરરેરના જંગલોમાં છૂપાયા છે.












Click it and Unblock the Notifications
