Jamnagar plane crash : કોણ હતા જામનગર પ્લેન ક્રેશમાં શહિદ થયેલા IAF પાયલટ સિદ્ધાર્થ યાદવ?
Jamnagar plane crash : ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ બુધવારે રાત્રે ગુજરાતના જામનગર નજીક નિયમિત ટ્રેનિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં IAF પાઇલટ ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ શહિદ થયા છે.
હરિયાણાના રેવાડીના રહેવાસી સિદ્ધાર્થ યાદવની તેમના એક અંતિમ નિર્ણય માટે ખુબ જ પ્રસંશા કરવામાં આવી રહી છે. 28 વર્ષીય સિદ્ધાર્થે સ્પ્લિટ-સેકન્ડ નિર્ણયમાં ઘણા લોકોના જીવ બચાવી લીધા.

સમાચારો અનુસાર, જેમ જેમ એરક્રાફ્ટ નીચે ગયું તેમ તેમ તેમણે વીરતાપૂર્વક ગીચ વસ્તીવાળા વિસ્તારથી દૂર લઈ જઈને મોટી દુર્ઘટનાને અટકાવી. તેમણે પોતાના જીવનું બલિદાન આપતા પહેલા કો-પાયલટની સુરક્ષા એક્ઝિટ કરાવીને તેની જિંદગી પણ બચાવી લીધી.
ફ્લાઇટ લેફ્ટનન્ટ સિદ્ધાર્થ યાદવ લશ્કરી સેવામાં ઊંડા મૂળ ધરાવતા પરિવારમાંથી હતા. તેમના પરદાદાએ બ્રિટિશ શાસન હેઠળ બંગાળ એન્જિનિયર્સમાં સેવા આપી હતી, તેમના દાદા રઘુબીર સિંઘ અર્ધલશ્કરી દળોમાં હતા અને તેમના પિતા સુશીલ કુમારે પણ એલઆઈસીમાં જતા પહેલા ભારતીય વાયુસેનામાં સેવા આપી હતી. સિદ્ધાર્થ એરફોર્સમાં જોડાયા અને રાષ્ટ્રની સેવા કરનાર તેના પરિવારમાં ચોથી પેઢી હતા.
2016 માં NDA પરીક્ષા પાસ કર્યા પછી સિદ્ધાર્થે ફાઇટર પાઇલટ બનતા પહેલા પુણેની નેશનલ ડિફેન્સ એકેડમીમાં ત્રણ વર્ષની સઘન તાલીમ લીધી હતી. બે વર્ષની સેવા બાદ તેને ફ્લાઇટ લેફ્ટનન્ટના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી.
સિદ્ધાર્થ યાદવના પિતાએ મીડિયાને જણાવ્યુ કે, તે એક તેજસ્વી વિદ્યાર્થી હતો. અમને હંમેશા તેના પર ગર્વ હતો. મારા પિતા અને દાદા આર્મીમાં હતા. હું પણ એરફોર્સમાં હતો. મને તેના પર ખૂબ ગર્વ છે. તેણે જીવ બચાવતા પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ તે પણ દુઃખની વાત છે કારણ કે તે મારો એકમાત્ર પુત્ર હતો.
સિદ્ધાર્થ યાદવના પિતાએ ખુલાસો કર્યો કે દુર્ઘટનાના માત્ર દસ દિવસ પહેલા 23 માર્ચે સિદ્ધાર્થે દિલ્હીથી તેની મંગેતર સાથે સગાઈ કરી હતી. તેનો પરિવાર રેવાડીના ભલખી-માજરા ગામનો છે, તે લગ્નની તૈયારીઓમાં હતો અને 2 નવેમ્બરે તેના લગ્નની રાહ જોઈ રહ્યો હતો.
રેવાડીમાં પરિવાર સાથે સમય વિતાવ્યા બાદ તે તાજેતરમાં 31 માર્ચે ફરજ પર પરત ફર્યા હતા. તેમને લગભગ 11 વાગ્યાની આસપાસ કમાન્ડિંગ એર ઓફિસર તરફથી આ સમાચાર મળ્યા. અધિકારીએ તેમને જણાવ્યું કે એક પાયલટને બચાવી લેવામાં આવ્યો છે પરંતુ સિદ્ધાર્થે દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
IAFના એક નિવેદન અનુસાર, બે સીટર જગુઆર ફાઇટર જેટે બુધવારે રાત્રે જામનગર એરફિલ્ડથી નિયમિત નાઇટ ટ્રેનિંગ મિશન માટે ઉડાન ભરી હતી. ઉડતી વખતે તકનીકી ખામી સામે આવી હતી. એરક્રાફ્ટને સ્થિર કરવા અને સુરક્ષિત લેન્ડિંગનો પ્રયાસ કરવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે સ્પષ્ટ થઈ ગયું કે ક્રેશ અનિવાર્ય હતું.
તેની અંતિમ ક્ષણોમાં સિદ્ધાર્થે તેના સાથી પાઇલટ મનોજ કુમાર સિંઘને પોતાનો જીવ બચાવવા માટે વિમાનમાંથી એક્ઝિટ કર્યા અને પ્લેનને ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી દૂર લઈ ગયા, આખરે તેને જામનગર શહેરથી લગભગ 12 કિમી દૂર સુવરદા ગામ પાસેના ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવ્યું. અહીં ક્રેશમાં સિદ્ધાર્થ યાદવ શહિદ થઈ ગયા.
તેમના સહ-પાયલોટ મનોજ કુમાર સિંઘને પગમાં ફ્રેક્ચર થયુ છે અને બચીને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
